વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ એકશનમોડમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઇ હવે ગુજરાતમાં ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તેના પગલે રાજ્કીય ગતિવધિઓ પણ ગતિમાન બની છે.
ભાજપનુ આ વખતે ગુજરાતમાં 150પ્લસ સીટોનો લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતર્યો છે.જેના લઇ એકબાદ એક કેન્દ્રીય નેતાઓની પણ ગુજરાત મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.વિવિધ સમાજ ક્ષેત્રમાંથી લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જાણે ફરી એકવાર ભાજપનો પ્રવેશોત્સવ શરૂ થયો છે.
આજે રાજ્યભરમાંથી ડૉકટરો ભાજપમાં જોડાઇ રહ્યા છે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ડૉકટરોનું સ્નેહ મિલન સંમેલન યોજાશે ત્યારબાદ ડૉકટરો કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે લગભગ 200થી વધુ ડૉકટરો આજે ભાજપમાં સમલપ્તિ થવા જઇ રહ્યા છે.