રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજકીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં આ વખતે ત્રપાંખિયા જંગ ખેલાશે 4 રાજ્યના વિધાનસભાની ચૂંટણી ભવ્ય જીત બાદ ભાજપ હવે ગુજરાતમાં પર પૂરતુ ફોક્સ કરી રહી છે. તો બીજી તરફ દેશના રાજકારણમાં દિલ્હી બાદ પંજાબમાં પોતાની સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત તરફ છે.
આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવા જઇ રહી છે. આમ આદમી પાર્ટી વિધાનસભા 182 બેઠકો પર ઉમેદવારો ઉતરાશે તેવી વાત આપ સંયોજક અરવિંદ કેજરીવાલે કરી હતી ભાજપે પણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેમ 150 પ્લસ બેઠક લાવવાને લઇ કામે લાગી ચુક્યો છે.જેમાં થોડાક દિવસ આગાઉ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે 10 દિવસ દરમિયાન તેમની આ બીજી મુલાકાત મનાવામાં આવી રહી છે. વહેલી ચૂંટણી યોજાઇ તેવા સંકેતો દર્શાવી રહી છે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા 7 મેના રોજ સુરતના કડોદરામાં એક ભવ્ય રેલી યોજાશે જેમાં તેઓ રેલી સંબોધી ભાજપનું શકિતપ્રદર્શન કરશે ગુજરાતમાં 35 હજાર પેજપ્રમુખને સંબોધશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ નવી રણનિતી પેજ પ્રમુખને માર્ગદર્શન આપશે સ્વાભાવિક છે જેમ -જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ કેન્દ્રીય મંત્રીઓના આટાંફેરા ગુજરાત તરફ વધી રહ્યા છે.
ચૂંટણીના જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે વધી શકે છે. જેને પ્રમુખ પાટીલના નેમને બળ આપવા પ્રધાનમંત્રી મોદી કાર્યકર્તાઓ નેતાઓમાં નવો જુમો ,જુસ્સો વધારશો રાજકીય પંડિતોના મત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થોડાક દિવસ આગાઉ કરેલા ગુજરાત પ્રવાસને ચૂંટણીલક્ષી પ્રવાસ તરીકે મનાવામાં આવી રહ્યુ હતું.જેમા ચૂંટણીનું પહેલાથી રણશિગું ફૂંકી દીધુ હોવાનું ચર્ચા જોર પકડ્યુ છે કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસથી ગુજરાત ચૂંટણી વહેલી યોજાય તેવી શક્યતા છે.