Bjp Gujarat ભાજપની પહેલી યાદીમાં 15 બેઠકો પરથી પાંચ સાંસદોને ઉમેદવાર બનાવાયા નથી તેના ગણિત સમજવા જેવા છે. ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતના 15 લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા એની પાછળ ચોક્કસ ગણિત છે.
એનડીએ અને ઇન્ડિયા વચ્ચે મુકાબલો ગુજરાતથી શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. તેમને 370, રામમંદિરનો સામનો કરવો પડશે. જોકે, કોંગ્રેસને નિરાંત એ છે કે, ગુજરાતમાંથી મોદી ચૂંટણી લડવાના નથી.
ઉત્તર પ્રદેશમાં અનુપ્રિયા પટેલ, ઓમપ્રકાશ રાજભર, સંજય નિષાદ અને જ્યંત ચૌધરી એમ ચાર પ્રાદેશિક પક્ષો વચ્ચે છ બેઠકો ભાજપ માટે મોટી મૂંઝવણ છે. આવું ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલ નથી.
આપ – કોંગ્રેસની બીક
ગુજરાતમાં લોકસભાની બેઠકો પર ‘પાંચ લાખની લીડ’થી જીતવાનું ભાજપનું લક્ષ્ય નક્કી કરીને 26 બેઠકો જીતવાનું નક્કી કર્યા બાદ સમિકરણ બદલાયા છે. તેથી ભાજપે રાજકીય પીછેહઠ કરવી પડી છે. 2019ની લોકસભામાં ભાજપે 62.21 ટકા મત મેળવ્યા હતા. કૉંગ્રેસને 32.11 ટકા મત મળ્યા હતા. 4 બેઠકો ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારીમાં 5 લાખની સરસાઈ હતી.
હવે ઈન્ડિયા ગઠબંધનથી આમ આદમી પક્ષની ભાજપ પર મોટી અસર પડી છે. ભલે ભાજપ પ્રમુખે અપંગ જાહેર કર્યા હોય. પણ ખરા અર્થમાં ભાજપની પહેલી યાદી બતાવે છે કે ભાજપ અપંગ બની ગયો છે. ગુજરાતમાં 2022માં આમ આદમી પક્ષ 13 ટકા એટલે કે 41 લાખ મત લઈ ગયો હતો. જેમાં ભાવનગર અને બીજા બેઠકો પર સૌથી વધારે પ્રભાવ હતો. વિધાનસભાની ચૂંટણીમાં 3.18 કરોડ મતદારોએ મત આપ્યો હતો.
ભાજપ શહેરી વિસ્તારનો પક્ષ બની ગયો છે. 2022ની ચૂંટણીના મતદાનને જોઈએ તો ભાજપને શહેરોમાં 64 ટકા મત મળ્યા હતા. મતોમાં 4.47 ટકાનો વધારો થયો હતો. કૉંગ્રેસને શહેરોમાં 22.27 ટકા મત મળ્યા હતા. 12.8 ટકાનો ઘટાડો થયો હતો.
આ ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા, જ્યારે કૉંગ્રેસને 27.75 ટકા મત મળ્યા હતા. આ ચૂંટણીમાં 5 લાખ જેટલા મત નોટામાં પડ્યા હતા.
હવે આમ આદમી પક્ષે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવવા માટે કૉંગ્રેસની 24 સીટો પર આમ આદમી પક્ષ માટે દેશ બચાવવા કામ કરશે. આમ હવે ભાજપને મોટો પડકાર ઉભો થયો છે. તે ઉમેદવારોની પસંદગીમાં દેખાય છે. જેમાં કેટલીક બેઠકો પર ભાજપે થાપ ખાધી છે.
2017માં ગુજરાતમાં કૉંગ્રેસ પાટીદાર આંદોલન અને યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ખોડા ઠાકોર અને જિગ્નેશ મેવાણીના બળે ફરીથી બેઠી થઈ હતી. તે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાથી માત્ર વેંત છેટી રહી ગઈ હતી. પણ આ નેતાઓમાંથી બે કોંગ્રેસ છોડી જતાં કોંગ્રેસ ફરી રસાતળ ગઈ છે.
સ્થાનિક સરકારો
ગુજરાતની તમામ 8 મહાનગરપાલિકાઓ અને તમામ 33 જિલ્લા પંચાયતોમાં અત્યારે ભાજપની સત્તા છે. કુલ 74 નગરપાલિકાઓ અને 196 તાલુકા પંચાયતોમાં ભાજપની સત્તા છે. કૉંગ્રેસ પાસે માત્ર એક જ નગરપાલિકા અને 18 તાલુકા પંચાયતોમાં સત્તા છે. ગ્રામ પંચાયતો, તાલુકા, જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ કાયમ મજબૂત ગણાતી હતી. ત્યાં હવે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે.
બે પ્રધાનો આયાતી
કેન્દ્રીય પ્રધાનો રાજ્યસભાના સાંસદ હતા. હવે તેઓ સાંસદ નથી. પ્રધાન છે. તેમને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી રહી છે. બન્નેના મતવિસ્તારો બદલીને આયાત કરવા પડ્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં ભાજપની પકડ રહી નથી. જ્યાં બન્નેનો ઉપયોગ કરાશે.
બધાને કેમ ન બદલ્યા
આમ તો તમામ સાંસદોને ભાજપ બદલી નાંખવાની રાજનીતિ ખેલવાનું હતું. પણ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પક્ષ એક બની જતાં મતોનું ધ્રુનિકરણ સર્જાયું છે. તેથી દિલ્હી હાઈ કમાન્ડના મોદી અને અમિત શાહે ચાલ બદલવી પડી છે. આમ આદમી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન થયું છે તેમાં આપના 12 ટકા મતો હવે કોંગ્રેસ તરફ ફંટાય તેવી બિક ભાજપને છે. તેથી સૌરાષ્ટ્રમાં બધું સમુસુતરું પાર પાડવા ફેરફારો કરવાની ફરજ પડી છે.
5 ઉમેદવારો કેમ બદલ્યા
એક તો એ કે 5 માંથી 3 બેઠકોના ઉમેદવારો બદલેલા છે તેમાં આંતરિક વિખવાદો વધારે છે. ખંભાત અને વીસાવદરની ખાલી પડેલી બે બેઠકો પર પણ લોકસભા સમયે જ પેટાચૂંટણી આવશે.
જ્ઞાતિનું રાજકિય ગણિત ભાજપ રમી રહ્યો છે.
બે માનીતા પ્રધાનોને લોકસભામાં લઈ જવા બે સાંસદોને કાપી કાઢવામાં આવ્યા છે.
પોરબંદર
ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠક છે.
પોરબંદરથી રમેશ ધડુક હારે તેમ હતા તેથી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ઉમેદવાર ઉભા કરાયા છે. મૂળ ભાવનગર પાલિતાણાના છે. અહીં સારા ઉમેદવાર ન મળતાં માંડવિયાને આયાત કરવા પડ્યા છે. મનસુખ માંડવિયાને ભાવનગર કે અમરેલી બેઠક પરથી ઉમેદવાર બનાવવાના હતા. પણ આમ આદમી પક્ષે ભાવનગરમાં કોંગ્રેસ સાથે સમજૂતી કરીને ઉમેદવાર જાહેર કરતાં માંડવિયાને પોરબંદર મોકલી દેવાયા છે. મોદી ઈચ્છે છે કે માંડવિયા કોઈ સંજોગોમાં ન હારવા જોઈએ. રમેશ ધડુક સાંસદ છે. તેમને ફરીથી ઉમેવાર જાહેર ન કરતાં તેઓ મોદી અને શાહ સામે નારાજ છે.
મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ ન આપવાનું કારણ આમ આદમી પક્ષ છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને આમ આદમી પક્ષના ધારાસભ્ય કોળી સમુદાયના ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ભાવનગરમાં કોળી મતદારોનું કાયમ પ્રભુત્ત્વ રહ્યું છે. મનસુખ માંડવિયાને ટિકિટ આપવાનું ટાળ્યું હોવાનું કારણ તેમની હારની શક્યતા છે.
2024ની લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ સુધી ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેના ફાળે ગુજરાતમાં આવેલી 24 બેઠકો પૈકી એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, એટલે પોરબંદરથી તેના ઉમેદવાર કોણ હશે તે જાહેર થયું નથી.
રાજકોટ
વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી હતી. પણ તેમના નામે ફેરફાર કરીને હવે રાજકોટ બેઠક પરથી કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કરાયા છે. મૂળ અમરેલીના છે.
ભાજપ માટે સલામત ગણાતી રાજકોટની બેઠક 2019માં ભાજપના મોહન કુંડારિયા સાડા ત્રણ લાખથી વધુ મતથી ચૂંટાયા હતા. રાજકોટથી મોહન કુંડારિયા સામે ભારે વિરોધ હતો. તેથી તેમના સ્થાને કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કરાયા છે.
અમદાવાદ
અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકીને હાંકી કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને ઍડવોકેટ અને ભાજપના પ્રવક્તા દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવાયા છે.
આદિવાસી ગણીત
દેશભરમાં કુલ 543માંથી 47 બેઠક આદીવાસી માટે જ્યારે 84 બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે આરક્ષિત ચાર બેઠકો ઉપરાંત ચાર બીજી એવી બેઠક છે, જ્યાં આદિવાસી મતદારો કોઈ પણ પક્ષને જીતાડી કે હરાવી શકે છે, તેમાં પંચમહાલ, ભરૂચ, સાબરકાંઠા અને નવસારી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
ભાજપને સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં તેને મોટો ભય પેસી ગયો છે.
આદિવાસી મતદારોમાં ભીલ પેટા જ્ઞાતિની 45 ટકા વસતી છે.
કોંગ્રેસના આદિવાસી નેતા નારણ રાઠવાને ભાજપ પોતાની સાથે પક્ષાંતર કરાવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 11 હજાર નાના મોટા કૉંગ્રેસ અને આપના આદિવાસી અને ઓબીસી નેતાઓને ભાજપે પક્ષાંતર કરાવવું પડ્યું છે. જેમાં 55 હજાર બૂથમાંથી 20 હજાર બુથ ભાજપના નબળા છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ સામાજિક રીતે જોડાયેલા છે. તેની અસર 3 રાજ્યોની 19 બેઠકો પર પડે છે.
ટાયગર સેના – મહેશ વસાવા આદિવાસી યુવાનોની ભારતીય ટાઇગર સેનાના સુપ્રિમો છે. ગુજરાત, મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની અસર છે. સેનાના યુવાનોને પોતાના પડખે લેવા દાવ છે.
ભરૂચ
આદિવાસી મત વિસ્તાર ભરૂચથી મનસુખ વસાવાને મોદી ફરી ઉમેદવાર બનાવવા માંગતા ન હતા. પણ ત્યાં તેમનો કોઈ વિકલ્પ ભાજપને મળી શક્યો નહીં. જ્યાં આમ આદમી પક્ષ અને કોંગ્રેસ પક્ષ એક બનીને લડી રહ્યાં છે. તેથી મરજી ન હોવા છતાં મોદીએ મનસુખ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. અહીં આમ આદમી પક્ષના ચૈતર વસાવા ભાજપને પડકાર ફેંકી રહ્યાં છે. જેના પર ભાજપે રાજકિય અત્યાચારો ગુજાર્યા છતાં તેઓ ભાજપમાં પક્ષાંતર કરવા તૈયાર ન હતા.
આ બેઠક પર ચૂંટણીનો મુકાબલો રસાકસી પહેલાથી જ ઊભી થઈ ગઈ છે.
મનસુખ વસાવા છ વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા છે. હવે સાતમી વખત તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે.તેઓ ભાજપને અને ભાજપની સરકારોને વારંવાર પડકાર ફેંકતાં રહ્યાં છે. છતાં મોદીએ મન મારીને તેમને ઉમેદવાર બનાવવા પડ્યા છે.
પક્ષ સામે નિવેદનો કરનારા દક્ષિણ ગુજરાતના ભરૂચના સંસદ મનસુખ વસાવાને તડકે મુકવાના હતા. પણ એવું કરી શકયા નથી, તે ભાજપની મજબૂરી છે. આ વિસ્તારના આદિવાસીમાં મજબૂત પકડ ધરાવતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને ભાજપમાં લેવાની તૈયારી છે. ભાજપને ભય છે કે ભરૂચની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.
ડેડિયાપાડાના ઘારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. જે ભાજપ માટે મોટો પડકાર બની શકે છે.
બારડોલી
બારડોલીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા ભાજપના ઉમેદવાર છે.
દાહોદ
દાહોદમાં જશવંતસિંહ ભાભોરને ભાજપે ટિકિટ આપી છે જેઓ પણ ભીલ આદિવાસી છે.
પંચમહાલ
પંચમહાલથી રતનસિંહ રાઠોડ
પાટણ
ઉત્તર ગુજરાતના પાટણમાં ભાજપ નબળો છે. ભાજપે પાટણમાં બધાના આશ્ચર્ય વચ્ચે ભારત સિંહ ડાભીને ઉમેદવાર જાહેર કર્યા છે.
બનાસકાંઠા
બનસકાંઠામાં ભાજપે ડૉ. રેખા ચૌધરીને ટિકિટ આપી છે, એ ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતી બનાસ ડેરીના સ્થાપક ગલબા પટેલનાં પૌત્રી છે. સહાનૂભૂતીના મતો ભાજપ લેવા માંગે છે. જેના કારણે ચૌધરી સમાજમાં મોટી અસર પડે એમ છે. કારણ કે બનસકાંઠા અને પાટણમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા વર્ગના મતદારો વધુ છે.રાજ્યસભાના સભ્ય તરીકે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજથી પૂર્વ ધારાસભ્ય બાબુલાલ દેસાઈ છે. વિપુલ ચૌધરી ભાજપને મદદ કરવાના છે.
ગાંધીનગર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગાંધીનગરની બેઠકની અસર પણ અહીં જોવા મળશે.
કચ્છ
કચ્છથી વિનોદભાઈ ચાવડા
ભાવનગર
આપના ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
વિખવાદો
બાકીની 11 બેઠકોમાંથી ઘણી બેઠકો પર ભાજપમાં વિખવાદો છે. જેમાં મહેસાણાની બેઠક પર દાવો કરીને નીતિન પટેલે જાહેર કરવાની ફજર પડી હતી કે, તેઓ હવે મહેસાણાથી ચૂંટણી નહીં લડે. તેથી રજની પટેલ માટે મેદાન તેમણે સાફ કરી આપવું પડ્યું છે.