Junagadh: ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકી આપી હતી કે જે નડ્યા છે તેમને જોઈલેશે. હવે તેમના મતવિસ્તારમાં 40 ગામોમા બુલડોઝર ફેરવીને બદલો લેવામાં આવી રહ્યો છે.
રાજેશ ચૂડાસમાએ શું કહ્યું હતું ?
જૂનાગઢના સાંસદ બનતાની સાથે જ ભાજપના રાજેશ ચૂડાસમાએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું કે, વિરોધીઓ અને મતદારોને જાઇ લઈશ. વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. પાર્ટી કાર્યવાહી કરે કે ન કરે હું તેમને છોડવાનો નથી.
ભાજપના રાજેશ ચુડાસમા નામના એક સાંસદ પ્રજા સામે બદલાની ભાવનાથી કેવી રીતે કામ કરી શકે ? જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા છે. તે ચૂડાસમાના આદેશથી બુલડોઝર લઈને નિકળી પડ્યા છે. જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં જેમણે મત આપ્યા નથી એવા વિસ્તારમાં તેમણે હિંદુઓ પર બુલડોઝરથી ન્યાય આપવાનું ચાલુ કર્યું છે.
ડો. અતુલ ચગ આપઘાત કેસમાં રાજેશ ચુડાસમાનું નામ આવ્યું હતું. પ્રતિપક્ષના ઉમેદવાર હીરા જાટવાએ આરોપ લગાવ્યો છે કે જૂનાગઢના 40 ગામોમાં ભારતીય જનતા પક્ષના સાંસદ રાજેશ ચૂડામાને ઓછા મત મળ્યા હોવાથી તેઓ અને ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ બુલડોઝરથી મતદારો સાથે ન્યાય કરવા નિકળ્યા હોવાનું કહ્યું હતું.
હીરા જોટવાના તંત્ર પર આક્ષેપ
કોંગ્રેસના નેતા હીરા જોટવાના તંત્ર પર ગંભીર આક્ષેપ
પેશકદમીના નામે નોટિસ વગર ધંધા-રોજગાર તોડી પાડ્યા છે. એમ હીરા જોટવાએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર રાજકીય ઈશારે બુલડોઝર ફેરવી રહ્યું છે. ભાજપ અને તંત્રએ ગરીબોની કોઈ ચિંતા કરી નથી.
તેથી ગુજરાતમાં પણ અયોધ્યાવાળી થાય તે દિવસો હવે દૂર નથી. તંત્રએ ગરીબો માટે મધ્યમ માર્ગ કાઢીને કાર્યવાહી કરવી જોઈએ એમ જોટવાએ જણાવ્યું હતું.
પુંજા વંશનો રાજેશ ચુડાસમા પર પલટવાર
ભાજપના બુલડોઝરથી ન્યાય કરવા નિકળેલા સાંસદ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકી બાદ કોંગ્રેસના નેતા પુંજા વંશે આક્રમક અંદાજમાં પડકાર ફેંક્યો છે. ગીર સોમનાથ ભાજપના આગેવાનોને કહ્યું સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તે તમે નક્કી કરો. સામ સામે બેસીને હિસાબ કરવા માટે હું તૈયાર છું. કોણ ક્યાં છે તેની ખબર પડી જશે. પણ હિંદુ પ્રજા પર બુલડોઝરથી ન્યાયમાં અન્યાય કરવાનું બંધ કરો. ભગવાન સોમનાથ તમને નહીં છોડે. એમ પુંજા વંશે જણાવ્યું હતું.
ગીર સોમનાથના કયાં ગામમાં બુલડોઝરથી ડિમોલિશન થયું ?
માલજિંજવા (તા – તાલાળા)
ઘૂંસિયા (તા – તાલાળા)
ધાવા (તા – તાલાળા )
ઉમરેઠી (તા – તાલાળા )
ગીર ગઢડા ( તા – ગીર ગઢડા )
જામવાડા ( તા – ગીર ગઢડા )
તાલાળા શહેર ( તા – તાલાળા )
આંકોલવાડી ( તા – તાલાળા)
વીરપુર (તા – તાલાળા)
સુરવા (તા – તાલાળા)
જાવંત્રી (તા – તાલાળા)
હડમતિયા ( તા – તાલાળા)
ઇણાજ (તા- વેરાવળ )
સોનારિયા (તા – વેરાવળ)
બાદલપરા સીમ (તા- વેરાવળ )
આજાઠા (તા. વેરાવળ )
નવદ્રા (તા. વેરાવળ )
પ્રાંચી તિર્થી ( તા – વેરાવળ )
ભીડિયા પ્લોટ (તા – વેરાવળ)
ડારી (તા – વેરાવળ)
કિંદરવા (તા – વેરાવળ)
લૂંભા (તા – વેરાવળ)
ગોવિંદપરા (તા – વેરાવળ)
સીમાર (તા – વેરાવળ)
સુત્રાપાડા (તા – સુત્રાપાડા )
પ્રશ્નાવડા (તા – સુત્રાપાડા )
ઘંટિયા (તા – સુત્રાપાડા )
લાટી (તા – સુત્રાપાડા )
કદવાર (તા – સુત્રાપાડા )
ધામળેજ ( તા- વેરાવળ )
ઉના શહેર ( તા – ઉના )
ગીર સોમનાથમાં ઉપેન્દ્ર પટેલના બુલડોઝરનો દૂરઉપયોગ ?
ગીર સોમનાથમાં ભાજપના નેતાઓ ભુપેન્દ્ર પટેલના બુલડોઝરનો દૂર ઉપયોગ કર્યાનો આરોપ કરી રહ્યા છે.
રોડ-રસ્તાને દબાણ હટાવવાના બહાને મત ન આપનારા ગરીબોના ઘર પર બુલડોઝર ફરી રહ્યું છે.
જિલ્લામાં ભાજપના નેતાને પસંદ આવે ત્યાં બુલડોઝર ફરી રહ્યા છે!
ભાજપના ધારાસભ્ય વહિવટીતંત્રને ખીસ્સામાં રાખી ફરતા હોવાનો આરોપ છે. ભાજપના નેતા જ્યાં આંગણી ચિંધે ત્યાં બુલડોઝર ફરી રહ્યાનો આરોપ છે.
ગીર-સોમનાથના ગામડામાં પસંદગીના લોકોના ગેરકાયેદ દબાણ હટાવાતાનો આરોપ છે. પોતાની નજીકના અને પોતાના પક્ષના લોકો ડિમોલિશનથી બાકાત રખાય છે.
ગીર સોમનાથમાં ધમકીની રાજનીતિ પાછળનું પરિણામ બુલડોઝર છે ?
ડિમોલિશન કયારે થઇ શકે ?
નડતરરૂપ લાગે ત્યારે ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન થાય છે. સરકારી તંત્ર કે પંચાયત સીધી રીતે ડિમોલિશન ન કરી શકે. ડિમોલિશન માટે પંચાયત અને મહેસુલ વિભાગના નિયમ છે. ગામતળમાં ડિમોલિશન કરવા માટે પંચાયતમાં ઠરાવ પસાર કરવો પડે છે. ઠરાવ પસાર થયા બાદ દબાણનો સર્વે કરવામાં આવે છે. દબાણના સર્વે બાદ પંચાયત નોટિસ આપે છે. દબાણમાં પંચાયત વાહલા-દવલાની નીતિ ન આપનાવી શકે.
ગીર સોમનાથમાં જ્યાં ડિમોલિશન થયું ત્યાં આ નિયમોનું પાલન ન થયાનો આરોપ છે.
ઠરાવ કે સર્વે કર્યા વગર જ ડિમોલિશન થતા હોવાનો આરોપ છે.
વહીવટી તંત્ર પર સવાલ ?
દબાણ મુદ્દે જૂનાગઢ સંસદીય મત વિસ્તારના ગીર સોમનાથ વહીવટી તંત્ર પર આરોપ લાગી રહ્યા છે.
નેતાઓના ઇસારે ગામડાની અંદર દબાણ હટી રહ્યાનો આરોપ છે.
જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા લોકોના આરોપ નકારી રહ્યા છે.
તેની સામે ચૂંટણી બાદ કાંગ્રેસના કાર્યકરોને ટારગેટ કરાઇ રહ્યા હોવાનું હીરા જાટવા કહી રહ્યા છે. તેમણે કહ્યુ કેદબાણ માત્ર કાંગ્રેસને મત આપનારના જ કેમ હટે છે ? જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા અને વહીવટી તંત્ર પાસે કાંગ્રેસના નેતાનો કોઇ જવાબ નથી