આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા
આણંદ, 15 એપ્રિલ 2025
BJP 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દુકાનો મોટી કરાવી, પંકજ બારોટ 2014માં પેટલાદ પાલિકામાં ફરજ પર હતા ત્યારે કૌભાંડ થયું હતું. તેના 10 વર્ષ થયા છતાં ભ્રષ્ટાચારીઓ સામે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારો આંખ આડા ગુલાબી કમળ મૂકી દીધા હતા. ભાજપના નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે અને તેમના ભ્રષ્ટાચારને મુખ્ય પ્રધાનો અને પક્ષ પ્રમુખો કઈ રીતે છાવરે છે તેની કાર્ય પદ્ધતિ બતાવતો સચોટ કિસ્સો આણંદનો છે. આ સરદાર પટેલની જન્મભૂમિ છે. ભ્રષ્ટાચારના કાદવમાં ગુજરાતમાં ખીલતું કમળ જોવા મળે છે.
આણંદના અધિકારી પંકજ બારોટને ૨૦ જુલાઈ 2014માં પેટલાદ નગરપાલિકામાં ફરજ બજાવતા હતા, ત્યારે સરકારે ફરજિયાત નિવૃતિ લેવડાવી હતી. તેના 8 મહિના પછી ખબર પડી કે તેમને પાણીચુ આપી દેવામાં આવ્યું હતું. આરટીઆઈ હેઠળ નાગરિકે માહિતી માંગી હતી. પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
રાજકીય દબાણ હેઠળ ચૂપ બેઠેલી એસીબીને હાઈકોર્ટે ધમકાવતાં મોડેમોડે એસીબીએ ગુનો દાખલ કર્યો
13 દુકાનનું કૌભાંડ
દુકાન કૌભાંડમાં ભાજપના રાજનેતાઓની સામે ફરિયાદ થઈ તો તેમને પાણીચુ પકડાવ્યું નથી. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ વિગતો જાણતાં હોવા છતાં પગલાં લીધા નથી.
આણંદ પાલિકામાં ૨૦૧૫માં ભાજપના પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિતના સત્તાધીશોએ દુકાનદારોને દુકાનો ફાળવી આપી હતી. આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે શોપિંગ સેન્ટરમાં ૨૦૧૫માં હરાજી, ડેન્ડરિંગ વગર ૧૫ ફૂટ મોકાની કિંમતી જગ્યા ફાળવી દીધી હતી. ૨૯ લાખની ખોટ કરાવીને દુકાનો મોટી કરવા જગ્યા ફાળવી હતી.
રૂ.૫૦ હજાર વેપારી પાસેથી ભરાવીને જગ્યા ફાળવી દઈને કૌભાંડ આચર્યું હતું.
ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર
આ અંગે એસીબીમાં ૨૦૧૬માં તત્કાલિન ભાજપના પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત ૧૮ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. તત્કાલિન ચિફ ઓફિસર પંકજ બારોટને 2014માં ાં પેટલાદ પાલિકામાં ફરજ બજાવતા હતા. સરકારે ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હતી. પંકજ બારોટ સામે અન્ય જિલ્લામાં પણ કોઈ મામલે આરોપો હતા. ગંભીર બાબતને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા નિવૃત્તિનો સમય બાકી હોવા છતાં ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હોવાનું જાણવા મળ્યું છે.
શીરપાવ
આણંદના માજી પ્રમુખ પ્રજ્ઞેશને હાંકી કાઢવાના બદલે શીરપાવ આપ્યો હતો. ગુજરાત નગરપાલિકા પરિષદના ઉપપ્રમુખ તરીકે પ્રજ્ઞેશ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણી આ બધું જાણતા હતા છતાં આંખો બંધ કરી દીધી હતી.
3 કરોડની મિલકત 3 લાખમાં
13 દુકાનોની જમીનની હાલની બજાર કિંમત રૂા. 3 થી 4 કરોડ છે. જેના 3 લાખની નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓ દલા તરવાડીનું કમળ ફૂલના બગીચાનું ખેતર સમજી 3 કરોડના બદલે 3 લાખમાં પ્રજાની માલિકીની મિલકત ફૂંકી માગી હતી. મામૂલી કિંમત ગણીને તેનો કોઈપણની જાણ વિના ઠરાવ કરી સરકારી મિલકતને મામૂલી કિંમતે વેચી દીધી હતી.
ભાજપના નેતાઓએ સત્તાનો દુરુપયોગ કરી દુકાનદાર પાસેથી લાંચની રકમ લઈ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. દુકાનદારોએ પણ બજાર કરતાં ઓછી કિંમતમાં દુકાન ભાડા પટ્ટે લઈ આર્થિક લાભ મેળવ્યો હતો.
શહેરી વિકાસ વિભાગ અને ખડી સમિતિની મંજૂરી જરૂરી હતી.
હરાજી
હરાજી થઈ હોત તો રૂ.. 29.11 લાખની પાલિકાને આવક થઈ હોત. નુકસાની અંગે એસીબીએ ડિસ્ટ્રિક્ટ લેન્ડ પ્રાઇઝ કમિટીનો રિપોર્ટ માંગ્યો હતો. કલેક્ટરે આ જમીનની કિંમત રૂ. ૨૯.૧૧ લાખ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેથી હરાજી કરવામાં આવી હોત તો ૨૯.૧૧ લાખથી વધુ રકમ મળી શકી હોત. સરકારી વિભાગની આકારણી અનુસાર, 81.83 મીટર લંબાઈ, 3.56 મીટર પહોળાઈની એક દુકાનની કિંમત રૂા. 2,98,939 થાય છે. પરંતુ પાલિકા સત્તાધીશો દ્વારા 13 દુકાન માલિક પાસેથી 9,75,000 ની રકમ પાઘડીપેટે અને રૂ. 5 ના ભાડાપટ્ટે લઈ આ રકમ પાલિકામાં જમા કરાવી હતી. જેને પગલે 29,11,207 જેટલું અંદાજિત નુકસાન સરકારી તિજોરીને થયું હતું.
ફરિયાદી
એસીબી દ્વારા ફરિયાદ દાખલ ન કરતા ફરિયાદી જિજ્ઞેશ વસંત પટેલે વડી અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. અદાલતે ગુનો નોંધવા માટે જણાવ્યું હતું. લાંચ રૂશ્વત બ્યુરો જ લાંચ પ્રકરણ દબાવી રહ્યું હતું. ફરિયાદ દાખલ કરાઈ નહોતી. પુરાવા એકત્રિત કરવામાં ભારે વિલંબ થયો હતો. એસીબી સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટ દાખલ કરાઈ હતી. એક વર્ષ સુધી તપાસ પછી આરોપનામું થયા બાદ વડી અદાલતમાં ખટલો ચાલતો હતો. અદાલતે એક મહિનામાં ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
નશામાં કબૂલાત
કારોબારી સમિતિના તત્કાલિન અધ્યક્ષ અનિલ પટેલે દારૂના નશામાં કબૂલ કર્યું હતું કે, નવા બસ સ્ટેન્ડમાં આવેલી કોમ્પલેક્ષની દુકાનોમાં જમીન આપવા રૂ. 75000 પાઘડી લઈ ભાડાપટ્ટે આપી ભ્રષ્ટાચાર આચર્યો હતો. જેનો વિડિયો જાહેર થયો હતો. જેના પગલે ભાજપે તેમની સામે તાત્કાલિક પગલાં લઈ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. દુકાનોના વેચાણ સંદર્ભે પહેલેથી જ સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચારને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. તેમણે બંધબારણે ઠરાવ કરીને લાગતા-વળગતાને દુકાન આપી દીધી હતી.
કોની કોની સામે ગુનો નોંધાયો હતો
ચીફ ઓફિસર – પંકજ ઇશ્વરલાલ બારોટ સામે ગુનો.
કારોબારી સમિતિના અધ્યક્ષ અનિલ નટુ પટેલ સામે ગુનો.
કારોબારી સમિતિના સભ્યો પ્રગ્નેશ અરવિંદ પટેલ, દિપેન જયંતી પટેલ, પુરૂષોત્તમદાસ લાલજી રોહિત,
અરવિંદ લલ્લુભાઈ ચાવડા, પંકિલ ઘનશ્યામ પટેલ, શ્વેતલ અરવિંદ પટેલ, પ્રભુજી વિરાજી વણઝારા સામે ગુનો નોધાયો હતો. જેની સામે ભાજપ અને બીજા પક્ષોએ રાજકીય કાર્યવાહી કરી નથી.
દુકાનના માલિક
આરીફ ઇકબાલ વ્હોરા, પ્રભુદાસ ભગવાન ઠક્કર, યાસીન અબ્દુલ સત્તાર વ્હોરા, અસ્લમ અબ્દુલ વ્હોરા,
શોભના ભરત ભાવસાર, આનંદ નારાયણ, હિતેન્દ્ર પ્રભુ ઠક્કર, મોહન કુંદન તેજવાણી, સાદીક અલી ગૌહર અલી સૈયદ સામે ગુનો નોંધાયો હતો.
અગાઉ
આણંદના બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલ ગામના પૂર્વ સરપંચ શૈલેષ ચતુરભાઈ પટેલને ચેક રિટર્ન કેસમાં બોરસદની કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી હતી.
ભાજપના મહામંત્રી વિશાલ પટેલે રાજીનામામાં જણાવેલું કે, આંકલાવ શહેરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ વ્યક્તિઓએ તેમના પરિવારને બદનામ કર્યા હતા. ધંધામાં પણ અડચણ કરી હતી. આણંદ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલને પણ જાણ કરી હતી છતાં કંઈ ન થયું તેથી ભાજપ છોડયો છે.