Valsad: વલસાડના ઈતિહાસમાં પહેલીવાર તા.૯મી જૂન ૨૦૨૪ના રોજ જિલ્લાની સૌથી મોટી ચેસ ટુર્નામેન્ટનું વલસાડના ગુંદલાવના પરિવાર રેસ્ટોરન્ટ અને બેન્કવેટ, NH ૪૮ ખાતે આર્ય સંસ્કાર ધામ અને ચેસ લવર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે વલસાડ ઓપન ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઉમરગામ, દમણ, વાપી, સેલવાસ, નવસારી, સુરત, બરોડા, અહમદાબાદ અને ભાવનગર થી ચેસ ના રેટિંગ ધરાવતા ખેલાડીઓ એ ભાગ લીધો હતો. વલસાડમાં ચેસ લવર એકેડેમીના સ્થાપક ડો. દીપેશ શાહ ના માર્ગદર્શન હેઠળ શિવ યાદવ અને પ્રજ્ઞેશ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નમેન્ટમાં ચાર ગ્રુપ ઓપન, અંડર ૧૫, ૧૨, ૯ માં કુલ ૧૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ફૂલ પાંચ રાઉન્ડમાં સમગ્ર ટુર્નામેન્ટ યોજાશે જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ આર્ય સંસ્કાર ધામ ના સ્થાપક શ્રી રમેશભાઈ શાહ અને રશ્મીબેન શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. ઓપન કેટેગરી માં પ્રથમ ક્રમે મુંબઈ થી આવેલ નીમય ભાનુશાલી ને રૂ.૫૦૦૦ બીજા ક્રમે ભાવનગર થી આવેલ રોનક ચુડાસમાને રૂ.૩૦૦૦ અને ત્રીજા ક્રમે નવસારીના નિહલ પટેલને રૂ.૨૦૦૦નું રોકડ ઇનામ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંડર ૧૫ માં પ્રથમ ક્રમે લાખની નીવ, બીજા ક્રમે કાંતિ બીશ્વાસ અને ત્રીજા ક્રમે સ્પર્શ વ્યાસ જ્યારે અંડર ૧૨માં પ્રથમ મંત્ર ભાનુશાલી, બીજા આરુશ નીરખે, ત્રીજા અંશ ગોહિલ અને અંડર ૯માં પ્રથમ ક્રમે કુંજ પાલીવાલ, બીજા ક્રમે વીર પટેલ અને ત્રીજા ક્રમે ધ્યેય પટેલ વિજેતા થયા હતા. આ સર્વ ને ટ્રોફી, સર્ટિફિકેટ અને એનાયત કરવામાં આવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં આરબીટર તરીકે ત્રિશૂળ પટેલ, ભાવિશા પટેલ, મહાદેવ રેવાંકરે સેવા આપી હતી. અંતે સર્વેનો આભાર ડો. દીપેશ શાહ દ્વારા માનવામાં આવ્યો હતો.