કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલેને પત્ર લખીને રાજ કારણમાં જોડાવવાની અપીલ કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ મચી જવા પામી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.
હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે.
ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે.