Bhupendrasinh Jhala રોકાણકારોના પૈસે તાગડધિન્ના કરતા ભુપેન્દ્રસિંહ ઝાલાના વિશ્વાસુઓને મોંઘા આઇફોન અપાવ્યા
- હિંમતનગરના ખેડ તસીયા રોડ પરથી અસંખ્ય મોબાઇલ ખરીદાયા હોવાની આશંકા
Bhupendrasinh Jhala: મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાના અનેક કરતુતો પરથી પડદો ઉઠી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમના અંગત અને વિશ્વાસુ બનેલા પોપટ માસ્તર તથા અન્ય કેટલાક લોકોને ભુપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ એક મોબાઇલના શો-રૂમમાંથી મોંઘા આઇફોન ખરીદીને અપાવ્યા હતા. જેના લીધે તેમના આ અંગત વિશ્વાસુ અને લાલચુ લોકોએ ઠાઠમાઠથી મોબાઇલ અને મોંઘી ગાડીઓમાં બેસી અવારનવાર રાજસ્થાન ભણી જતા હતા. પરંતુ હવે જયારે સીઆઇડી ક્રાઇમે તપાસનો ગાળીયો વધુ ભીસી દીધો છે. ત્યારે રોકાણકારો તથા તેમના મળતીયાઓના પગ નીચેથી આગામી દિવસોમાં ધરતી સરકી જશે અને કૌભાંડનો પદાર્ફાશ થયા બાદ કેટલાક સરકારી નોકરી પણ ગુમાવે તેવી શકયતા દેખાઇ રહી છે.
હવે વાત કરીએ તો પોપટ માસ્તર તરીકે ઓળખાતા
આ શિક્ષક અત્યારે તો પ્રાંતિજ તાલુકાના રામપુર-ફતેપુર પાસે આવેલ એક ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને પોપટ માસ્તર તરીકે ઓળખાતા આ શિક્ષક તથા અન્ય બે સહાયકો છેલ્લા કેટલાક સમયથી ભુપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા બાદ તેઓ ત્રણેય જણા ખાસ વિશ્વાસુ બની ગયા હતા. એટલુ જ નહી પણ તે પૈકીના એક પોપટ માસ્તર ઝાલાના ખાનગી નાણાકીય વહેવારો પણ કરતા હોવાની ચર્ચા તત્કાલિન સમયે હિંમતનગરમાં જોરશોરથી ચાલતી હતી. એટલુ જ નહી પણ ભુપેન્દ્રસિંહ ઝાલાના આ મળતીયાઓ એક નોકરીનો નહી પણ અન્ય સ્થળે પણ પોતાના નામે કામ કરી અઢળક કમાણી કરતા હતા.
સાથો સાથ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તત્કાલિન સમયે આ મળતીયાઓને મોંઘીદાટ કાર અપાવી હતી અને તેમાં બેસીને રોકાણકારોના રૂપિયે જલસા કરતા હતા તેવુ નજરે જોનારા અનેક લોકોનું કહેવુ છે. સહકારી જીન વિસ્તારમાં આવેલ ભુપેન્દ્રસિંહ ઝાલાની આલીશાન ઓફિસમાં કેટલીક વિશેષ સગવડો રખાઇ હતી. જયાં આવનારા ખાસ અંગત, એજન્ટો તથા તેમના મિત્ર વર્તુળની સરભળા કરવામાં આવતી હોવાનું આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું હતુ.