Bhavnagar: ભાવનગરના યુવાન અને ગોવામાં ભારતીય વાયુદળમાં સૈનિક તરીકે જોડાયેલા ઉસ્માન અંસારી શહીદ થતાં તેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. કરબલાના શહીદોના મહિનામાં દેશ માટે જાન આપનારા ઉસ્માન અંસારીની રાજકીય સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
ઉસ્માન અંસારી Bhavnagarના કુંભારવાડમાં રહેતા હતા.
તેઓ 28 વર્ષીય ઉસ્માન અંસારી પાછલા આઠ વર્ષથી નેવીમાં ફરજ બજાવી રહ્યા હતા. ગઈ મોડી રાત્રે તેમના પાર્થિવ દેહને ગોવાથી અમદાવાદ અને ત્યાર બાદ મોટર માર્ગે ભાવનગર લાવવામા આવ્યો હતો.
તેમની અંતિમ યાત્રામાં ભાવનગર સહિત આજુબાજુના લોકો જોડાયા હતા. અને ઉસ્માન ભાઈ અમંર રહોના સૂત્રો પણ પોકાર્યા હતા. પરિવાર સહિત સમગ્ર ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.