રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અત્યારથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બની રહ્યો છે દરરોજ રાજકારણને લઇ આયા રામ ગયા રામના સમાચાર મળી રહ્યા છે તે વચ્ચે ભાજપે ફરી વાર ભરતીમેળો યોજાયો છે પ્રમુખ સી આર પાટીલનો 150 બેઠકોનો લક્ષ્યાંક પાર –પાડવા ભાજપ નેતાઓ કાર્યકરો અત્યારથી કામે લાગી ગયા છ કોંગ્રેસના એકબાદ-એક કાદવર નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે વડગામમાં કોંગ્રેસમાં વધુ એક ભડકો થયો છે કોંગ્રેસમાં નેતાગીરીથી નારાજ વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઇ વાઘેલા આજે ભાજપમાં જોડાશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકારશે.2017માં વડગામ બેઠક પરથી વિધાનસભાની ટિકિટ ન મળતા ભારોભાર નારાજ થયા હતા 2017 કોંગ્રેસ મણીભાઇ વાઘેલાની ટિકિટ કાપી હતી જીગ્નેશ મેવાણીને પ્રમોટ કર્યો હતોભાજપમાં જોડાતા પહેલા મણીભાઇ વાઘેલા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જેમા તેમણે જણાવ્યુ કે કોંગ્રેસમાં વફાદારીની કોઇ કિંમત નથી કોંગ્રેસ નેતૃત્વ વિહીન પાર્ટી છે કોંગ્રેસ નેતાઓ અંદરો અંદર ઝઘડા છે કોઇ કોઇને આગળ વધવા દેતો નથી કોંગ્રેસમાં કાર્યકારો ઓછા નેતા વધારે હોવાના પણ આરોપો કર્યા હતા તેમણે વધુમાં દાવો કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસની પરંપરાગત ગણાતી વડગામની બેઠક પર આ વખતે ભાજપ જીતશે.
થોડાક સમય આગાઉ લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણી ભાઇ પટેલ પણ ભગવો ધારણ કર્યો હતો ત્યાર બાદ કોંગ્રેસના કાદવર નેતા અને પ્રવકતા જયરાજસિંહ પરમારે પાર્ટી અસંતોષ વ્યકત કરી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો તો થોડાક જ દિવસ આગાઉ રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પ્રદેશ નેતાગીરી સામે નારાજગી વ્યકત આપનુ ઝાડું પક્ડયો હતો ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડૉ રઘુશર્મા ગુજરાત 125 બેઠકોથી વધુ પર જીતવાનો દાવો કરી રહ્યા છે.