Arijit Singh Concert Gift City : ગાંધીનગરમાં અરિજિત સિંહનો સંગીતમય જાદુ: ગિફ્ટ સિટીમાં રોમેન્ટિક ગીતોથી હજારોના દિલ જીત્યા
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અરિજિત સિંહના પર્ફોર્મન્સે હજારો ચાહકોને મંત્રમુગ્ધ કર્યા, ભવ્ય કૉન્સર્ટ માટે વિશેષ સુવિધાઓ ગોઠવાઈ હતી
અરિજિત સિંહના આગામી કૉન્સર્ટ અનેક ભારતીય શહેરોમાં અને 9 મેના રોજ અબુ ધાબીમાં યોજાવાના
ગાંધીનગર, મંગળવાર
Arijit Singh Concert Gift City : 12 જાન્યુઆરીની રાત્રે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં બોલિવૂડના મશહૂર ગાયક અરિજિત સિંહે રોમાંટિક અવાજથી હજારો શ્રોતાઓના દિલ જીતી લીધા. આ મેગા કૉન્સર્ટ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી, જે કેટલાક દિવસોથી ધમધમતી હતી.
સુવિધાઓ અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા
કૉન્સર્ટ માટે ભવ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હજારો ચાહકોની હાજરીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભીડ સંભાળવા માટે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી, સાથે મોટેરાથી ગિફ્ટ સિટી સુધીની મેટ્રો સેવા માટે સમય વધારવામાં આવ્યો હતો.
અરિજિતના આગામી કૉન્સર્ટ
અરિજિત સિંહે અગાઉ 30 નવેમ્બરે બેંગલુરુ અને 7 ડિસેમ્બરે હૈદરાબાદમાં પણ ભવ્ય પર્ફોર્મન્સ આપ્યા હતા. તેમના આગામી કૉન્સર્ટ્સમાં 25 જાન્યુઆરીએ જયપુર, 2 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ, 16 ફેબ્રુઆરીએ ચંડીગઢ, 23 માર્ચે મુંબઈ, 2 માર્ચે કટક અને 5 એપ્રિલે ઇન્દોરનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, 9 મેના રોજ તેઓ અબુ ધાબીમાં પર્ફોર્મ કરશે.
આ અનોખી મ્યુઝિકલ રાતે ચાહકોને અરિજિતના સુરેલો અવાજ અને તેમની જીવન્ત પર્ફોર્મન્સનો આનંદ માણવાની અનોખી તક મળી.