Amit Shah: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે તૈયાર છે પરંતુ પહેલી વખત તેઓ બહુમતી માટે એનડીએના સાથી પક્ષો પર નિર્ભર રહેશે. સરકારની સ્થિરતાને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, ભાજપ નવા સહયોગીઓને એનડીએમાં લાવવાનો પ્રયાસ કરશે. જેમાં ગુજરાત મોડેલ અપનાવીને 50 સાંસદોને પોતાની સાથે લાવી શકે તેમ છે.
હાલ 17 સાંસદ એવા છે કે તે એનડીએ કે ઈન્ડિયા ગઠબંધન સાથે નથી. તેમને ભાજપમાં લાવવા ઓપરેશન હાથ ધરાશે. ભાજપ સાથે 41 પક્ષો એનડીએમાં છે. ઈન્ડિયા સાથે 37 પક્ષો છે. છતાં આ 17 સાંસદોને પોતાની તરફ ખેંચવા માટે તમામ કાવાદાવા અમિત શાહ કરવાના છે.
બીજેપીને બહુમતી નહીં મળતા મોદી 3.0 સરકારની સરકાર સ્થિર રહી શકે તેમ નથી. તેના માથા પર તલવાર લટકી રહી છે. તેથી અમિત શાહને રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને બીજા સાંસદોના રાજીનામાં અપાવીને ગુજરાતમાં ધારાસભાની જેમ ફરી ચૂંટણી કરાવીને ભાજપમાં લઈ આવે તેની વ્યૂહ રચના અપનાવશે.
ગુજરાતમાં ગેનીબેન ઠાકોર એકલા હાથે લડીને કોંગ્રેસના સાંસદ બન્યા છે. તેમણે ચૂંટણી પ્રચારમાં વારંવાર કહ્યું હતું કે વિશ્વમાં કોઈ એવી બેંક નથી કે જે તેમને ખરીદી શકે. ગેનીબેન ભલે એવું માનતાં હોય પણ કોંગ્રેસની સ્થિતી સારી નથી. કોંગ્રેસના 108 મોટા નેતાઓને ખરીદીને કે પદની લાલચ આપીને ભાજપ લઈ જવાયા હતા. તો ગેનીબેનને પણ લઈ જઈ શકે છે. આ તો ભાજપ છે. તેમને કેન્દ્રની સરકારમાં પ્રધાન પણ બનાવી શકે છે. કુવરજી બાવળિયાની જેમ. નરહરી અમીનની જેમ, અર્જૂન મોઢવાડિયાની જેમ. ગુજરાત ભાજપમાં 2023-24માં 34 હજાર કાર્યકરો બીજા પક્ષમાંથી પક્ષપલટો કરીને લાવવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે 60 હજાર કાર્યકરો એવા છે કે જે કોંગ્રેસથી આવેલા છે. તેના માસ્ટર માઈન્ડ અમિત શાહ છે. મોટા નેતાઓને ભાજપમાં લાવવાની નીતિનો અમલ અમિત શાહે કર્યો હતો. તેના માસ્ટર માઈન્ડ તો નરેન્દ્ર મોદી રહ્યા હતા. હવે આ મોડેલ દેશમાં અપનાવવામાં આવશે. તે પણ લટકતી સરકારને બચાવી લેવા માટે.
ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમાર જેવા એનડીએના સાથી પક્ષોને સાથે રાખવા એક મોટો પડકાર મોદી માટે હશે. બન્ને અનેક વખત સાથી પક્ષોને અને ભાજપને દગો દઈ ચૂક્યા છે. ફરી એક વખત આવું ન કરે તેથી વીણી વીણીને સાંસદોને ભાજપમાં લાવવા માટે અમિત શાહને ઓપરેશન સોંપી શકે છે.
17 ઉમેદવારો કે જેઓ ન તો ADA સાથે હતા અને ન તો ઈન્ડિયા એલાયન્સ સાથે હતા. છતાં તેઓ પણ ચૂંટણી જીત્યા હતા.
શું ભાજપ આ અન્ય ‘સાંસદો’ પર જીત મેળવી શકશે? ઘણા સાંસદ તો ભાજપના કટ્ટર વિરોધી છે. આમ તો નીતિશ કુમાર અને નાયડુ પણ મોદીના કટ્ટર વિરોધી હતા. 2002માં નીતિશે વાજપેયીનું એનડીએ છોડ્યું હતું. તે પણ મોદીની સામે વિરોધ કરીને. 2002માં ગુજરાતમાં મોટા રમખણો થયા અને મુસલમાનોને રહેંસી નાંખ્યા, હિંદુઓને મારી નાખ્યા ત્યારે મોદીનું આ બંને નેતાઓએ રાજીનામું માંગ્યું હતું. વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની અમદાવાદ સર્કિટ હાઉસમાં ઠપકો આપ્યો હતો. ત્યારથી મોદી અને વાજપાઈ વચ્ચે સારા સંબંધો રહ્યા ન હતા. બાજપેઈ પણ મોદીનું રાજીનામું લઈ લેવાના મતમાં હતા. પણ અડવાણીએ મોદીને બચાવી લીધા હતા. કારણ કે અડવાણીએ મોદીને દિલ્હીથી સીધા મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા. તેમ છતાં મોદી વડાપ્રધાન બનતાં જ અડવાણીને રાજકીય રીતે ખતમ કરી દીધા છે.
આમ એનડીએના ત્રણેય નેતાઓ વારંવાર દગો કરવા ટેવાયેલા છે. ત્રણે એક સરખા ભેગા થયા છે. તેથી મોદીએ બહારથી સાંસદ લાવવા પડશે. તે એક માત્ર અમિત શાહ કરી શકે છે.
સામાન્ય મુસદ્દો, ગઠબંધનનો ધર્મ, સાથી પક્ષો, સોદાબાજી, બહુમતી, મધ્યસત્ર ચૂંટણી, અનિશ્ચિત સરકાર જેવા અનેક પ્રકરણો લખાઈ રહ્યું છે. 10 વર્ષ પછી રાષ્ટ્રીય રાજકારણમાં આ તમામ પ્રકરણો ફરી આવ્યા છે.
ભાજપ પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી ગુમાવી દેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. પરંતુ તેમની ત્રીજી ટર્મ કાંટાથી ભરેલો તાજ સાબિત થઈ શકે છે. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ જેવા સાથી પક્ષો પડકાર સાબિત થઈ શકે છે, જેઓ માત્ર નિર્દય સોદાબાજી કરનાર નેતા છે. મોદીની સરકાર ગબડાવી શકે છે.
સારી પ્રતિષ્ઠા ધરાવતા નથી પણ વચ્ચેથી પક્ષ બદલવાની પ્રતિષ્ઠા પણ ધરાવે છે. ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદીના હાથ બંધાઈ ગયા છે. સાથી પક્ષોને હિંદું વાદી નિર્ણયો અને આર્થિક સુધારા માટે મનાવવા પડશે. આ બે નેતાઓની શરતોનું પાલન કરવું પડશે. સરકારની સ્થિરતા નહીં રહે. સ્થિરતાને અસર ન થાય તે માટે ભાજપ પોતાનો સમૂહ વિસ્તારવાનો પ્રયાસ કરશે.
ભાજપનો વિસ્તાર કરવાની જવાબદારી અમિત શાહને મોદી આપી શકે છે. સાંસદોને ફોડી કાઢવા અને તેમને ભાજપમાં લાવવા માટેના મોટા ઓપરેશન હાથ ધરાશે.
આ વખતે 17 એવા સાંસદો જીત્યા છે જે ન તો એનડીએના છે કે ન તો ઈન્ડિયા એલાયન્સના છે. તે પહેલાં તોડશે.