Ambalal Patel prediction : અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના રાજકારણમાં આવશે હલચલ, રાજકીય ભૂકંપની સંભાવના
Ambalal Patel prediction : જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે માત્ર વાદળો અને વરસાદની નહીં, પરંતુ રાજકીય આગાહીઓની દુનિયામાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તાજેતરમાં તેમણે ગ્રહોની હિલચાલના આધારે આગાહી કરી છે, જેનાથી રાજ્ય તેમજ દેશના રાજકારણમાં નવું તોફાન ઊભું થવાની શક્યતા જણાઈ રહી છે.
19 મે પહેલાં રાજકારણમાં ભારે ઉથલપાથલ
અંબાલાલ પટેલ મુજબ, આગામી સમયમાં પાંચ મુખ્ય ગ્રહો એક જ સમયે અસરકારક સ્થિતિમાં આવી રહ્યાં છે. આ ગ્રહિય યોગના કારણે 19 મે પહેલા દેશભરમાં રાજકીય વાવાઝોડા અને અસામાન્ય ઘટનાઓ સર્જાઈ શકે છે. તેમણે ચેતવણી આપી છે કે આ સમયગાળામાં અસુર તત્વો સક્રિય બનવાની શકયતા છે, જેના લીધે દેશની સરહદો પર પણ તંગદિલીનો માહોલ સર્જાઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંપૂર્ણ રીતે સતર્ક રહેવાની જરૂરત રહેશે.
ગુજરાત સરકારમાં સ્થિરતા, પરંતુ નવા ફેરફાર સંભવ
ગુજરાત રાજ્યની વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારમાં સ્થિરતા રહેશે. તેમ છતાં, 29 માર્ચથી 19 મે વચ્ચે કેટલીક નવા અને આંતરિક પરિવર્તનો થવાની શક્યતા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો પાયો મજબૂત રહેશે અને કોઈ મોટુ રાજકીય સંકટ લાગતું નથી.
ભાજપ-કોંગ્રેસમાં નવો દૃશ્ય બદલાવ?
પટેલની આગાહી પ્રમાણે, ભાજપમાં આંતરિક ભેદભાવ દેખાવા લાગશે અને કેટલાક નેતાઓ, જેમણે પક્ષ સાથે અનૌપચારિક રીતે ઇલુઈલુ કરી છે, તેમને પાર્ટીમાંથી બહાર કરવાનો નિર્ણય થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસના આગામી મહાઅધિવેશનના પગલે પાર્ટીમાં નવી જાગૃતિ આવે તેવી શક્યતા છે.
મીન રાશિના શનિ લાવશે પ્રકૃતિમાં ઉથલપાથલ
અંબાલાલ પટેલે હવામાન અંગે પણ આગાહી કરતાં જણાવ્યું કે મીન રાશિના શનિના પ્રભાવથી 15 જૂન પહેલાં ગુજરાતમાં પવનના ઘોધ, ભારે આંધી, તોફાન અને દરિયામાં ઊંચા મોજા જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં હવાનું દબાણ ઘટશે, જેનાથી હવામાન અસ્થિર બની શકે છે.
ખેડૂતો માટે મહત્વની ચેતવણી
કિસાનો માટે અંબાલાલ પટેલે આગાહી આપી છે કે મે મહિનામાં પવનની તીવ્ર ગતિને કારણે કેરીના પાક અને અન્ય ધાન્ય પાકો પર અસર પડી શકે છે. ભીની જમીન હોવાના કારણે પાક પડી જવાની શક્યતા છે. સાથે જ અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં વાવાઝોડાની તીવ્ર શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
અંબાલાલ પટેલની આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાત તથા ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. જેના માટે સરકાર અને જનતાએ બંનેએ જાતે તૈયાર રહેવાની જરૂર છે ..