Air Taxi: ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી રહી છે
Air Taxi ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમાં બેંગલોર, મુંબઈ, દિલ્હીમાં તો એક ટેક્સી શરૂ થવાની તૈયારીમાં છે. ગુજરાતની ભાજપ સરકાર એક ખાનગી કંપનીને આ ઠેકો આપી શકે છે. જે માત્ર શ્રીમંત લોકો માટે ટેક્સી કામ કરશે. સમાન્ય લોકો તેમાં બેસી નહીં શકે એવું ઉંચું ભાડું રાખવાના છે. આવી 3 કંપનીઓ કામ કરી રહી છે.
ઈન્ડિગો કંપનીએ તો 200 ટેક્સનો ઓર્ડર આપી દીધો છે. જે થોડા સમયમાં ભારતમાં શરૂ કરી દેશે.
કેન્દ્ર સરકાર 2026 સુધીમાં એર ટેક્સીઓ શરૂ કરવા માટે મૂળભૂત માળખાગત સુવિધા બનાવવાની યોજના પર પણ કામ કરી રહી છે.
એરલાઇન ઇન્ડિગોએ કેલિફોર્નિયા સ્થિત અન્ય એક એરોસ્પેસ ફર્મ આર્ચર પાસેથી 200 એર ટેક્સીઓનો ઓર્ડર પણ આપ્યો છે.
આર્ચર એવિએશન 2026 માં તેનું ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ વાહન “મિડનાઇટ” લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશને તેની એર ટેક્સી બતાવી હતી. કંપની ટૂંક સમયમાં દેશના કેટલાક મોટા શહેરોમાં એર ટેક્સી ઉડાનનું વ્યાપારી સંચાલન શરૂ કરવા જઈ રહી છે. કંપની પહેલા બેંગલુરુમાં અને પછી થોડા મહિનાઓ પછી, મુંબઈ અને દિલ્હીમાં શરૂ કરશે. સરલા એવિએશન 2028માં બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સહયોગમાં ફ્લાઇંગ ટેક્સી સેવા શરૂ કરવાની યોજના બનાવી હતી. એક્સેલ $10 મિલિયનના સાથે, 30 ઉડતી એર ટેક્સીઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. 5 વર્ષની અંદર દેશના બાકીના ભાગોમાં એર ટેક્સી સેવાઓ શરૂ કરવાનો છે.
ઇલેક્ટ્રિક એર ટેક્સીઓ શરૂ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ મહાકુંભના પ્રસંગે મીડિયાને આપેલા નિવેદનમાં એડ્રિયનએ જણાવ્યું હતું કે, “કંપનીનો ઉદ્દેશ્ય બેંગલુરુમાં લોન્ચ થયાના
એર ટેક્સી હવામાં 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે આધુનિક બેટરી ટેકનોલોજી સાથે 160 કિમી સુધી મુસાફરી કરી શકે છે. ઉપયોગ 25-30 કિમી મુસાફરી કરવા માટે થશે. 6 મુસાફરો અને એક ડ્રાઈવર એકસાથે બેસી શકે છે. મહત્તમ 680 કિલો વજન ઉપાડવામાં સક્ષમ છે.
કાર્ગો વાહન તરીકે પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. eVTOL (ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ) વાહન હોવાથી, તેને હવામાં ઉડવા માટે રનવેની જરૂર નથી. સીધી હવામાં ઉડી શકશે.
નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતમાં સર્વિસ પ્રાયોગિક ધોરણે શરૂ થશે. ગુજરાત ૨૦૨૫ના અંત સુધીમાં પોતાના પહેલા વર્ટીપોર્ટથી એર ટેક્સી સેવા શરૂ કરી શકે છે.
વર્ટીપોર્ટ એટલે કે વર્ટીકલ ટેકઓફ એન્ડ લેન્ડીંગ માટે તૈયાર ખાસ પ્રકારના પ્લેટફોર્મ, જ્યાંથી નાના હેલિકોપ્ટરો, ડ્રોન અથવા ઈફ્ર્ંન્ એરક્રાફ્ટ ઉડી શકે અને ઉતરી શકે. લોકો ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સી તરીકે વિમાન લઈ શકે છે, જે ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકમાં સમય બચાવી શકે છે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક દફતર દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને વીપોર્ટ વિકસાવવા માટે એડવાઈઝરી અપાઈ હતી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી અને ધોલેરામાં વર્ટીપોર્ટ વિકસાવવાની શક્યતાઓ તપાસવામાં આવશે.
શહેરી ટ્રાફિક ઓછો કરવા માટે તથા ટૂંકા અંતરના પ્રવાસ માટે નવી વિકલ્પ આપશે.
મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, આવશ્યક દવાઓની હેરફેર અને આપત્તિ સમયે રાહત કાર્યોમાં આ સેવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.
ત્યાર બાદ ગુજરાત સરકારે પણ જોરદાર પગલું ભરી રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ
મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઈફસેવિંગ દવાઓની હેરફેર, અને આપત્તિના સમયે ઝડપથી રાહત પહોંચાડવા માટે એર ટેક્સી અને ડ્રોન સર્વિસ અત્યંત ઉપયોગી બની શકે છે.
બુલેટ ટ્રેનના સ્ટેશનો, હવાઈ મથક પર જવા શહેરી વિસ્તારોથી આ વર્ટીપોર્ટ મારફતે ટૂંકા સમયમાં પહોંચવું સરળ બનશે. અમદાવાદથી ધોલેરા અથવા સુરત એરપોર્ટ સુધી જવા માટે પણ વર્ટીપોર્ટથી ઉડેલી એર ટેક્સી એક ક્રાંતિ લાવી શકે છે.
રાજ્ય સરકારે રૂપરેખા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ અને ટેક્નોલોજી સિદ્ધાંતો પર આધારિત અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વભરના દેશો જેમ કે દુબઈ, યુએસ અને ચીનમાં ઈવીટીઓએલ અને એર ટેક્સીને વેપાર શરૂ થયો છે.