- ગુજરાત કોલેજ રેલ્વે ઓવરબ્રિજની દીવાલોમાં તિરાડ પડી ગઈ
- ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
Ahmedabad મ્યુનિ.ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલોમાં ખામી જણાય હતી.
Ahmedabad નદીપારના વિસ્તારમાં આવેલા રીવર બ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિત 32 બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે. પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ જોવા મળી છે. અંજલી, શિવરંજની ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજમાં રીપેરીંગ કરવું જરૂરી બન્યું છે.ગુજરાત કોલેજ રેલવે ફલાયઓવર બ્રિજ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે.
અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા 37 બ્રિજના ઈન્સપેકશન પછી
નદીપારના વિસ્તારમાં આવેલા ૩૨ બ્રિજનું ઈન્સપેકશન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લી.તથા જીઓ ડિઝાઇન એન્ડ રીસર્ચ પ્રા.લી.એજન્સી દ્વારા કરવામાં આવ્યુ હતુ. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા લેવલ ક્રોસિંગ સ્થિતિનું પણ ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. અલગ અલગ બ્રિજના રીપેરીંગ માટે શ્રી રામ ઈન્ફ્રા કેર પ્રા.લી.ને રૂ. 2.69 કરોડથી કામગીરી સોંપવામાં આવશે.
કયા બ્રિજની શું પરિસ્થિતિ?
બ્રિજનું નામ કયા પ્રકારની ક્ષતિ
એ.ઈ.સી. – બેરીંગ સાફ કરવી જરૂરી
સોલા બ્રિજ આઉટલેટ પાઈપ રીપેરીંગ
ઈન્કમટેકસ – બેરીંગ ઉપર કાટ
અખબારનગર ફૂટપાથ-રોડ ખરાબ
મજમુદાર બ્રિજ સ્પાન-ગર્ડરોમાં તિરાડ
ઈન્કમટેકસ અંડરપાસ – દીવાલોમાં તિરાડ
પ્રબોધ રાવલ બ્રિજ માઈનોર રીપેરીંગ
ઉસ્માનપુરા અંડરબ્રિજ – ટાઇલ્સ તૂટેલા છે
અંજલી ફલાયઓવર – પ્લાસ્ટરમાં નુકસાન
શિવરંજની ફલાયઓવર – બેરીંગ સાફ કરવી જરૂરી
હેલ્મેટ જંકશન – ગર્ડરના નીચેના સળીયા ખુલ્લા
આઈ.આઈ.એમ. – સેન્ટ્રલ વર્જનું રીપેરીંગ
ચીમનભાઈ બ્રિજ – રેલીંગ,ફૂટપાથ તૂટેલા
શ્રેયસ બ્રિજ – માઈનોર રીપેરીંગ
ગુજરાત કોલેજ બ્રિજ – ગર્ડર ,દિવાલમાં નુકસાન
રાણીપ બ્રિજ – બોક્સ ગર્ડરમાં તિરાડો
નિર્ણયનગર – અંડરપાસ માઈનોર રીપેરીંગ
પરિમલ અંડરપાસ – દીવાલોમાં તિરાડ
સુભાષબ્રિજ – દીવાલોમાં તિરાડ
ગાંધીબ્રિજ(જુનો) – માઈનોર રીપેરીંગ
ગાંધીબ્રિજ(નવો) – સુપર સ્ટ્રક્ચર ખરાબ સ્થિતિમાં
નહેરુબ્રિજ – માઈનોર રીપેરીંગ
ઈસનપુર – બ્રિજ ગર્ડરને નુકસાન થતું અટકાવવુ
ચાંદલોડીયા – માઈનોર રીપેરીંગ
વંદેમાતરમ – માઈનોર રીપેરીંગ
સીમ્સ બ્રિજ – માઈનોર રીપેરીંગ
ચાંદલોડિયા બ્રિજ માઈનોર રીપેરીંગ
દક્ષિણી – બ્રિજ દીવાલોમાં તિરાડ
જીવરાજ – બ્રિજ માઈનોર રીપેરીંગ
વસ્ત્રાપુર – માઈનોર રીપેરીંગ
મકરબા – માઈનોર રીપેરીંગ