ગાંધીનગર – અમદાવાદમાં 15મી સુધીમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 15000 થવાનું અનુમાન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લગાવ્યું છે અને કહ્યું છે કે જો ડબલિંગના દિવસો યથાવત રહ્યાં તો અનુમાન પ્રમાણેના કેસ હશે પરંતુ જો દિવસો ઘટશે તો ડબલિંગના કેસોની સંખ્યા નિયંત્રણની બહાર હશે.
ફેસબુક લાઇવમાં વિજય નહેરાએ કહ્યું હતું કે 17મી એપ્રિલે અમદાવાદમાં કેસોની સંખ્યા 557 હતી. ત્રણ દિવસમાં તે ડબલ થઇને 1162 થયાં હતા. 9 દિવસ પછી 29મી એપ્રિલે કેસોની સંખ્યા 2314 થઇ હતી. આ રેટ પ્રમાણે 15મી મે સુધીમાં અમદાવાદમાં કેસોની સંખ્યા 10000 થી 15000 સુધી થવાની સંભાવના છે.
નહેરાએ કહ્યું હતું કે લોકોએ માસ્ક પહેરવા અનિવાર્ય છે. અમે ફેરિયા, શાકભાજીવાળા, વેપારીઓ તેમજ શોપિંગસેન્ટરમાં જે દુકાનો ચાલુ છે તેના વેપારીઓને માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યું છે અને ગુનાહિત કૃત્ય બદલ તેમને 2000 થી 50000ના દંડની જોગવાઇ કરી છે. એટલું જ નહીં દુકાનનું લાયસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવાના પગલાં નિર્ધારિત કર્યા છે.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. કુલ 313 દર્દીઓને રજા આપવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં રાહતની વાત એ રહી છે કે, આજના દિવસમાં 14થી પણ વધારે દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સાજા થઈ ઘરે પરત ફર્યા છે, જ્યારે સમરસ હોસ્પિટલમાંથી 34 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં હવે ધીમે ધીમે કેસ ડબલીંગ રેટ ઘટી રહ્યો છે.
કોરોનાના કેસમાં ગ્રોથ રેટ નીચે આવતા 9 દિવસે પહોંચ્યા છે. ત્યારે વિજય નહેરાએ આ અંગે જણાવ્યું હતું કે, કોરોનાના કેસને સામેથી પડકવાની કામગીરીના કારણે આ શક્ય બન્યુ છે. જ્યારે ડબલીંગ રેટ 20 એપ્રિલ બાદ 9 દિવસે હવે કેસ ડબલ થઈ રહ્યા છે. ત્યારે હવે સૌથી અગત્યની વાત એ છે કે, ઈન્ફેક્શન રેટ વધે નહીં તે જોવાનું રહેશે. એસવીપી હોસ્પિટલમાંથી એક હજારથી વધુ દર્દીઓ સારવાર મેળવી ચુક્યા છે. અહીં 3 મહિનાનું કામ 15 દિવસમાં કરી બતાવ્યું છે.
દરિયાપુર દરવાજા પાસે એક ખાનગી હોસ્પિટલ લોખંડવાલા હોસ્પિટલમાં આવતી કાલથી ઈસા ફાઉન્ડેશન સાથે મળી કોવિડ-હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જ્યાં સંપૂર્ણ પણે મફત સારવારા આપવામાં આવશે.ડોક્ટર્સ અને મેન પાવર પણ આપશે આ હોસ્પિટલ. આ સાથે કોર્પોરેશન પણ સંપૂર્ણ પ્રકારની મદદ કરશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.