જીટીયુના બીઈ અને ડિપ્લોમાના વિધાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ઉપ્લબ્ધ કરાવવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં ડિસેમ્બર માસમાં અરજી કરવામાં આવી હતી.ગતરોજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે જીટીયુને સવાલ કર્યો હતો કે તેઓ ઓફલાઇન પરીક્ષા લઈ રહ્યા છે તો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ શા માટે ઉપલબ્ધ કરાવતા નથી.જીટીયુએ ઉનાળુ સત્રમાં ઓનલાઈન પરીક્ષા લીધી હતી તો આ વખતે સુવિધા કેમ આપી નહીં ? જીટીયુની નીતિ શુ છે ? જીટીયુ ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે સોગંદનામું કરીને જવાબ રજૂ કરો અને આ કેસની વધુ સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
