Cyber Crime: ઝૂમ એપ્લિકેશનમાં ઓનલાઈન ક્લાસિસના સમયે વિદ્યાર્થીની માં વિશે બિભત્સ મેસેજો કર્યા
:- બીભત્સ મેસેજોના સ્ક્રિન શોટ લઈને વિદ્યાર્થીની માતાએ પ્રિન્સિપાલ અને શિક્ષકને જાણ કરી
:- Cyber Crime માં ફરિયાદની અરજી કર્યા બાદ પોલીસે ત્રણ મહિને બાદ બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો.
ગુજરાતના અમદાવાદ Cyber Crime ના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે.આપને જણાવી દઈએ કે સ્કૂલોમાં ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ શરુ છે. અમદાવાદ શહેરની મણિનગરની એક સ્કૂલના ઝૂમ એપ્લિકેશનમાં ઓનલાઈન ક્લાસ સમયે વિદ્યાર્થીની માતા વિશે બિભત્સ મેસેજો કરાયા. આ બિભત્સ મેસેજના સ્ક્રિન શોટ લઈ વિદ્યાર્થીની માતાએ પ્રિન્સિપાલ અને શિક્ષકને જાણ કરી. ત્યારબાદ Cyber Crime બ્રાન્ચમાં તેમણે અરજી કરી હતી. જોકે પોલીસે આ કેસમા ત્રણ મહિના બાદ બે ઝૂમ આઈડી ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળેલી વિગતો મુજબ અમદાવાદમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકના બાળકો છે. જેઓ મણિનગર ઇસ્ટમાં આવેલી એક ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમાં એક ધો. 2 અને બીજો સિનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. કોરોના સમયથી તેમના બંને બાળકોના ઓનલાઇન ઝૂમ કલાસીસ માં ભણતર થાય છે. જોકે બંને બાળકો સાથે ઓનલાઇન ઝૂમ એપ્લિકેશનમાં ભણતર સમયે ક્લાસમાં તેમની પત્ની પણ સાથે બેસે છે.
આ વર્ષે 24 જુનના રોજ કલાસ સમયે બે ઝૂમ આઈડી ધારકે બંને બાળકોની માતા વિશે બિભત્સ મેસેજો કર્યા હતા. મેસેજના સ્ક્રીન શોટ તેમની પત્નીએ લઇ લીધા હતા. તેથી શાળાના શિક્ષક તેમજ પ્રિન્સિપાલને જાણકારી આપી હતી. ત્યારબાદ Cyber Crime માં અરજી આપી હતી. જોકે પોલીસે ત્રણ મહિના બાદ આ મામલામાં બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.