ગુજરાતમાં કેટલી હદ સુધી બેરોજગારી વધી ગઈ છે તેનું દશ્ય આજે ચોખ્ખું જોઈ શકાયું હતું. આજ રોજ અમદાવાદમાંટ્રાફિક પોલીસની ભરતીના ફોર્મ વિતરણની પ્રકીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ થોડી જગ્યા હોવા છતા હજારો લોકોએ ફોર્મ માટે લાઈન લગાવી હતી.
આ ઘટના અંગે હાર્દિક પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં બેરોજગારી એટલી હદ સુધી વધી ગઈ છે કે યુવાનો નોકરીઓ માટે વલખા મારી રહ્યા છે. આ જોતા એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક વાઈબ્રન્ટ અને ગુજરાત મોડલની હવા નીકળી ગઈ છે. 5- લાખથી વધારે યુવાનો બેરોજગાર છે અને યોગ્ય નિરાકરણ સાથે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી, તેથી યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્ન ઉભો થાય છે. ગુજરાતના યુવાનોએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. તલાટી અને કોન્સ્ટેબલની ભરતી બાદ યુવાનોને હવે વિશ્વાસ નથી કે ટ્રાફિક પોલીસની ભરતી પણ યોગ્ય રીતે થશે. ભાજપ દ્વારા ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને તેમને નોકરી ન મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે’.