અમદાવાદઃ કેટાક સમયથી શહેરના પશ્વિમ વિસ્તારના એસપી રીંગ રોડ ઉપર ખેતરો પાસે મોટી સંખ્યામાં રૂપલલનાઓ ઊભી રહીને લોકોને દંગા ઇશારા કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે પોલીસની એક ટીમ સઘન તપાસ માટે નીકળી હતી. પોલીસને ટીમે ભાજડથી શીલજ જવાના રોડ ઉપર ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ ઉપર 15 જેટલી લલનાઓ આવતા જતા પુરુષોને ગંદા ઇશારા કરતી હતી. આમ સોલા પોલીસની ટીમે 15 જેટલી મહિલાઓને પકડી પાડી હતી.
મળતી માહિતી પ્રમાણે ગોતાથી ઓગણજ, ભાડજ, શીલજ જવાના રોડ પર અવાવરું જગ્યાઓ પર આવેલા ખેતરો પાસે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી ઘણા સમયથી સોલા પોલીસની ટીમ અહીં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર વોચ રાખી રહી હતી. જેથી પોલીસને એવી માહિતી મળી કે આ વિસ્તારમાં અનેક જગ્યાઓ પર રૂપલલનાઓ ઉભી રહી રોડ પર જતાં લોકોને બીભત્સ ઈશારા કરી દેહવિક્રય કરતી હતી.
સોલા પોલીસે અહીં અલગ અલગ વોચ ગોઠવી રોડ પર ચાલતા કૂટણખાનાને બન્ધ કરાવ્યું હતું. દેહવિક્રય કરતી મહિલાઓ સામે ગુનો નોંધી આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી. ઓગણજ સર્કલથી ભાડજ જવાના રોડ પરથી સોલા પોલીસે આઠ રૂપલનાઓની ધરપકડ કરી હતી. જ્યારે ભાડજથી શીલજ જવાના રોડ પરથી સાત રૂપલલનાઓ પકડાઈ હતી.
ઝડપાયેલી તમામ મહિલાઓ ઘાટલોડિયા, ચાણક્યપુરી, ચાંદલોડિયા, ગોતા, સનાથલ વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું. આ તમામ મહિલાઓ અહીં રોડ પર ઉભા રહી લોકોને બીભત્સ ઈશારા કરી દેહ વિક્રય કરતી હોવાનું સામે આવતા સોલા પોલીસે તમામ મહિલાઓ સામે જીપીએ 110 અને 117 મુજબ ગુનો નોંધી કૂટનખાનું બંધ કરાવ્યું હતું.