અમદાવાદના સેટેલાઇટ રામદેવનગર વિસ્તારમાં શેલરાજ બંગલામાં રહેતી કૃપા પટેલ નામની મહિલાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસને મૃતકની કૃપાની સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં મૃતક મહિલાએ લખ્યું છે કે, “મારી સંપત્તિનો ભાગ મારી પુત્રીઓને આપજો ,ઘણા લોકો ખુશ થશે અને ઘણા મારા મૃત્યુથી દુખી થશે.” સેટેલાઇટ પોલીસે કહ્યું સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ થઈ છે.

સુસાઈડ નોટના આધારે તપાસ કરવામાં આવી છે
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શેલરાજ બંગલામાં રહેતી પરિણીતા કૃપા પટેલ એ ગળોફાંસો ખાધો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે સ્યુસાઇડ નોટના આધારે અન્ય હકીકતોની તપાસ કરવામાં આવી રહી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી.અગ્રાવતે જણાવ્યું હતું કે આ કેસમાં આકસ્મિક મોતની નોંધ કરવામાં આવી છે અને સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલાનું સુસાઈડ નોટ.
તમે બધા ખુશ રહેજો તેવી શુભેચ્છાઓ. હું જાણું છું કે મારા મૃત્યુ પછી ઘણા લોકો ખૂબ ખુશ થશે અને ઘણા ખૂબ દુખી થશે, પરંતુ કહેવાનો મુદ્દો એ છે કે મારા મૃત્યુ પછી દેવાંશી અને યાના માતા -પિતા વગર રહેશે, પછી જમીન ઘર અથવા ખોડિયાર તેલાવમાં મારો હિસ્સો મારી બંને પુત્રીઓ દેવાંશી અને યાનાને જ આપજો કૃપા કરીને સીપી પપ્પાજી આ તમારા ચિરાગ અને તેમની પત્નીની છેલ્લી ઈચ્છા હતી કે અમારી દીકરીઓ તેટલી ખુશ હોવી જોઈએ જેટલી તમારી દીકરી કવિતાઅને પારુલ છે. આટલું કરશો તો પણ મારા આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો માનું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.