અમદાવાદમાં મણિનગર,ઇસનપુર,વટવા,જશોદાનગર,ખોખરા રામોલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના લીધે પાણી ભરાયા.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ના કારણે ગરબાની મજા બગડી છે. પહેલા નોરતાથી જ કેટલાક વિસ્તરોમાં વરસાદના લીધે નવરાત્રિની માંડવીઓ પલળી ગઈ હતી. જ્યારે આજે શહેરમાં મણિનગર, ઇસનપુર,ખોખરા, હાટકેશ્વર, વટવા, ઘોડાસર, જશોદાનગર અને રામોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.અમદાવાદના આ અનેક વિસ્તારો એવા છે કે ત્યાં માત્ર થોડાક વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે. બીજી તરફ ઓઢવમાં ઢીંચણ સુધીના પાણી ભરાયાં છે. કેટલીક જગ્યાએ ગટર બેક મારતાં ફેક્ટરીઓના કેમિકલ વાળા પાણી રોડ પર આવ્યા હોવાથી લાલ કલરના પાણી ભરાયેલા જોવા મળે છે.

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદ ખુબ પડી રહ્યો છે. ગઈકાલ થી અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લા અને 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓની મજા બગડી ગઈ છે. જો કે અમદાવાદમાં હજુ પણ 3 દિવસ વરસાદ પાડવાની આગાહી સામે આવી રહી છે. આની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી મધ્યમ વરસાદ થવાની સંભાવના નજર આવે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસાદ 96 ટકા પડી ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર,આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ ,ઉના,તથા દીવમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આજે મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં મધ્યમ વરસાદની સંભાવના છે.