Ahmedabad Crime – હોટેલમાં દારૂ પાર્ટી પર પોલીસની રેડ – 8 યુવકો પહોંચ્યા સળિયા પાછળ
એસ.જી.હાઇવે પર આવેલી હોટેલમાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ કરવામાં આવી હતી, 7 મિત્રો ને બોલાવી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, એસ જી હાઇવે પર આવેલ મુકુંદ હોટેલના 601 નંબરના રૂમ પર પોલીસે બાતમીના આધારે રેડ કરી અને ત્યાંથી 8 યુવકોને દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. જોકે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
આ ઘટનામાં જેટલા પણ આરોપીઓ પકડાયા છે બધા જોધપુર ગામ અને સેટેલાઈટના જ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પૃથ્વી ગોહિલ જોધપુર ગામમાં રહે છે અને પૃથ્વીનો જન્મદિવસ હોવાથી આ મહેફિલ યોજી હતી, જેમાં પૃથ્વી અને 7 મિત્રો પાર્ટીની મજા માણી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ માં પૃથ્વી સિંહ ગોહેલ, વિજય ઠાકોર, સ્મિત રાઠોડ, કાર્તિક આંબલીયા, શૈલેષ વાઘેલા, ધૃતીન રાઠોડ, મિલાપ મિસ્ત્રીને હિરાસતમાં લીધા છે. જોકે પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ લોકો દારૂ ક્યાં થી લાવ્યા ? અને હોટેલ સંચાલકની આ પ્રકરણમાં કોઈ ભૂમિકા છે કે નહિ ?