અમદાવાદઃ શહેરમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હેવાને 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાળકી તેના નાના બાળક એવા મિત્ર સાથે રમતી હતી ત્યારે આ હેવાન બાળકીને ધાબે લઈ ગયો અને ત્યાં બળાત્કાર ગુજારી ધમકી આપી હતી. બાળકીની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા તેની દીકરી સાથે રહે છે અને માધુપુરા દિલ્હી દરવાજા ખાતે જુના કપડાનું વેચાણ કરે છે. મહિલાના લગ્ન આજથી 14 વર્ષ પહેલા થયા હતા. જોકે મહિલાનો પતિ દસેક વર્ષથી તેને છોડીને જતો રહેતા આ મહિલા તેની 12 વર્ષની દીકરી સાથે રહે છે. આ મહિલાની 12 વર્ષની દીકરી બ્લોકમાં તેના ઉપરના માળે રહેતી એક મહિલાના છોકરા સાથે રોજ રમવા જતી હતી. અને 22મીએ પણ તે રાત્રે રમવા ગઈ હતી.
ત્યારે આશરે રાત્રે દસેક વાગ્યાના સુમારે તે બાળકી રડતી રડતી તેની માતા પાસે આવી હતી. જેથી આ મહિલાએ તેની બાળકીને પૂછતાં તેણે જણાવ્યું કે ત્યાં જ અન્ય બ્લોકમાં રહેતા એક છોકરાએ તેની સાથે ગંદુ કામ કર્યું હતું. આ બાળકી જ્યારે નાના બાળક સાથે રમતી હતી. ત્યારે તે જગ્યા ની બાજુમાં જન્મદિવસ હોવાથી તે શખ્સ ત્યાં આવ્યો હતો. અને ત્યારે તે બાળકી ત્યાં રમતી હતી. ત્યારે આ શખ્સ આ બાળકી પાસે આવ્યો અને બાથમાં પકડી તેનું મોઢું દબાવી તેને ધાબા ઉપર લઈ ગયો હતો.
ધાબા ઉપર જતાં દરવાજાની જાળીની બાજુ ના ખૂણા માં તેને નીચે સુવડાવી દીધી હતી અને બાદમાં કપડા ઉતારી આ શખશે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાળકીને અસહ્ય દુખાવો થતાં તેણે બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી શખશે તેનું મોઢું દાબી દીધું હતું. જેથી આ બાળકી રડવા લાગી હતી. જેથી આ શખશે કોઈને આ વાત કરવાની નહીં અને વાત કરશે તો મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી સમગ્ર બાબતને લઈને મહિલાએ તેની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.