અમદાવાદઃ અમદાવાદના વાડજ વિસ્તારમાં એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક યુવકે ટ્યુશની ઘરે જતી 16 વર્ષની સગીરાને જાહેર રસ્તામાં જ પકડીને તેને કિસ કરી લીધી હતી. યુવકની કરતૂતથી સગીરા ગભરાઈ ગઈ હતી. અને બૂમાબૂમ કરતી મુકતા લોકો એકઠાં થયા હતા. સગીરાની માતા પણ ત્યાં પહોંચી ગઇ હતી ત્યારે મુકેશના ભાઈ ભાભી અને પિતાએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવા ના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું છે કે, એકાદ મહિના અગાઉ તેની 16 વર્ષીય દીકરી એક વખત તેની પાસે રડતા રડતા આવી હતી અને તેને કહ્યું હતું કે તેઓની નજીકમાં રહેતા મુકેશ પરમાર તેને છેલ્લાં કેટલાંક સમયથી પરેશાન કરે છે અને એકાદ મહિના અગાઉ તો જાહેર રોડ પર તેનો હાથ પકડી લીધો હતો અને ધમકી આપી હતી કે જો તું મને પ્રેમ નહીં કરે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ.
જો કે, સગીરાના માતા-પિતા અને તેનો ભાઈ આ અંગે વાતચીત કરવા માટે મુકેશના ઘરે ગયા હતાં ત્યારે મુકેશના ભાઈ-ભાભી અને તેના પિતાએ ઉલ્ટાનું એવું કહ્યું હતું કે તમારી છોકરીને તો અમારા ઘરમાં લાવવાની છે તમારાથી થાય તે કરી લો. એટલું જ નહીં સગીરા જ્યારે પણ ટ્યુશન જતી હતી ત્યારે આરોપી મુકેશ તેના ટ્યુશનના ટાઈમે રસ્તા પર બાઈક લઈને આંટા મારતો હતો.
1લી માર્ચના દિવસે જ્યારે સગીરા ટ્યુશનેથી ઘરે આવતી હતી તે દરમિયાન આરોપીએ જાહેરમાં જ રોડ પર તેનો હાથ પકડી લીધો હતો અને તેને કિસ કરી લીધી હતી. જો કે સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. સગીરાની માતા પણ ત્યાં પહોંચી ગઇ હતી ત્યારે મુકેશના ભાઈ ભાભી અને પિતાએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.