હાલમાં દેશમાં કોંરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પ્રજા માટે અનેક પ્રકારો ની જાહેરાતો કરવામાં આવી રહી છે ફ્રી મા કોંરોના માટે ની ટેસ્ટ ની વાત હોય કે પછી કોંરોના થઈ સંક્રમિત પ્રજાની સેવા આપવાની વાત હોય સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો તો કરી દેવામાં આવે છે પણ આ બહેરી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે લોકો ને લાભ મળે છે ખરા ? સૌ પ્રથમ તો કોંરોના ટેસ્ટ ની વાત કરવામાં આવે તો આમ તો રાજ્ય સરકાર આંકડાઓ માં બતાવી રહી છે કે ઘરે ઘરે જઈ ને લોકો ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંરોના ના ટેસ્ટ વધારવા માટે હાલમાં અમદાવાદ મા ટેન્ટ દરેક ચોકડી પર રાખવામાં આવ્યા છે પંરતુ શુ તમે વિચાર્યું છે ટેન્ટ મા કરાયેલો રિપોર્ટ સાચો છે કે નહીં ?
તંત્ર દ્વારા ટેન્ટ તો લાગવી દેવામાં આવ્યા ખરા પંરતુ શુ આ ટેન્ટ ના રિપોર્ટ પછી પણ પ્રજા ને અશમનજસ ની સ્થિતિ ઉભી થાય છે .. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે અમદાવાદ ના ઘોડાસર મા શકુન્તલા દેવી દુબે નામ ની માહિલા ને તંત્ર દ્વારા લાગવવામાં આવ્યા ટેન્ટ મા રિપોર્ટ કરાવ્યો હતો જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરન્તુ તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવા થી તેમને ફરી થી રિપોર્ટ કરાવતા ફરી થી રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ તકલીફ માં આવેલા શકુન્તલા દેવી દુબે ના પરિવાર દ્વારા તેમનો રિપોર્ટ પ્રાઇવેટ માં કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.. ૧-૨ કલાક ની અંદર આટલો ફેર કેવી રીતે થઇ શકે..??જો રિપોર્ટ ૫ મિનિટ માં સાચો ના નીકળતો હોય તો પ્રજા માં ખોટા માર્ગે ગુમરાહ કરવાની શી જરુર છે ???
દિવસ માં હજારો લોકો ટેન્ટ મા રિપોર્ટ કરાવતા હોય છે અને પોતાની જાત ને સંતોષ માનતા હોય છે કે રિપોર્ટ નેગેટિવ છે પંરતુ આવા કિસ્સા કેટલા બનતા હશે?? પ્રજા ને કોઈ પણ પ્રકારની હાલાકી નો સામનો કરવો પડે તો તેની જીમેંદારી કોની ? અહીંયા તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે .. કરોડો લોકો જે ટેન્ટ ના ભરોસો પોતાના રિપોર્ટ કરવી સંતુષ્ટિ અનુભવે છે શું ખરેખર તે સ્વસ્થ છે ખરા ? મોટી મોટી વાતો કરવામાં સરકાર પીછે કદમ નથી કરતી તો આટલી મોટી ઘોર બેદરકારી કઇ રીતે થઈ શકે છે ?? લાખો લોકો ના જીવન સાથે ખીલવાડ શુ ફક્ત કાગળો મા સારું દેખાવા કે આંકડા છુપાવા માટે કરવામાં આવી રહ્યો છે ? ? મહત્વ ની વાત એ છે શકુન્તલા દેવી દુબે ના પરિવાર દ્વારા વિચારી ને પ્રાઇવેટ મા રિપોર્ટ કરાવ્યો પણ બીજા અન્ય લોકો માં જીવન નું શુ ?? કેમ સરકાર વારમવાર લોકો ના જીવન સાથે ખીલવાડ કરી રહી છે ??