કોરોના વાયરસની મહામારી ને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું છે અને એક ઠોસ પ્રકાર નો નિર્ણય લેવામાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાંગળુ સાબિત થયું છે.
આજે સત્ય ડે ની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસમાનપુર ખાતે આવેલ પશ્ચિમ ઝોનની ઓફીસે મુલાકાત કરી હતી અને ત્યાં એસ્ટેટ વિભાગ ના કર્મચારીઓ માસ્ક વગર બેઠા હતા જે સત્ય ડે ના કેમેરા માં કેદ થઈ ગયા હતા.આમ જનતા માસ્ક પહેર્યા વગર નીકળે તો તરત જ 1000 રૂપિયા જેટલો મસ મોટો દંડ ભરાવી રહેલું કોર્પોરેશન પોતે જ માસ્ક પહેર્યા વગર બેઠેલા જોવા મળ્યા હતા. તો હવે આ સરકારી બાબુઓનો દંડ કોણ ભરાવશે ??
એક તરફ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે થઈ ને ગરીબ અને નાના લારી ગલ્લા અને ચા ની કિટલીઓ બંધ કરાવતું અમદાવાદ કોર્પોરેશન કેમ પોતાના જ કર્મચારીઓ છાવરી રહ્યું છે.
એક તરફ અમદાવાદ શહેરના મેયર કેરી મહોત્સવ કરે ત્યારે સંક્રમણ ન ફેલાય અને ચા ની લારીઓ ઉપર ભીડ ઝામે તો સંક્રમણ ફેલાય આવો કયો નિયમ ??
આ બાબતે સત્ય ડે ની દ્વારા એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહ સાથે વાતચીત કરી ત્યારે એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહ ને કોરોના વાયરસનો ડર ન હોય તેવું વલણ અપનાવી રહ્યા હતા અને કોર્પોરેશન ના કર્મચારીઓને દંડ ભરાવવા નું કહેતા ચૈતન્ય શાહે જણાવ્યું હતું કે હું દંડ ભરાવું કે ન ભરાવું એ મારો પ્રશ્ન છે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો.
જો આ અધિકારી જ પોતાના કર્મચારીઓને દંડ ન ભરાવે તો સામાન્ય જનતા પણ દંડ કેમ ભરે તે પણ એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.