અમદાવાદઃ શહેર અને રાજ્યમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ સાથે જ તંત્ર ફરીથી એલર્ટ થી ગયું છે. કોરોના વાયરસના ફેલાવવામાં ચૂંટણી પ્રચારમાં લોકોની ભારે બેદરકારી પણ એક મોટું કારણ ગણાવી શકાય. અમદાવાદમાં સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર હવે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વધુ 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં વટવા, વસ્ત્રાલ, બોપલના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ચાંદલોડિયા અને ઘાટલોડિયાનો પણ સમાવેશ કરાયો છે. હાલ અમદાવાદમાં 21 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 2,62,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને રાજ્યમાં 4408 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને રાજ્યમાં હવે 2136 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને વધીને 97.57 ટકા થયો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને વડોદરામાં 100થી વધુ કેસનો ઉછાળો આવતા ફરી ચિંતા વધી છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,20,700 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 1,65,538 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
24 કલાકમાં અમદાવાદમાં શહેરમાં કોરોનાના 99 તથા ગ્રામ્યમાં 2, સુરત શહેરમાં 68 તથા ગ્રામ્યમાં 6, વડોદરા શહેરમાં 99 તથા ગ્રામ્યમાં 10, રાજકોટમાં 55 તથા ગ્રામ્યમાં 12 નવા કેસ નોંધાયા છે. મહાનગરોમાં ધીમે-ધીમે વધી રહેલા કેસના કારણે ફરીવાર ચિંતામાં વધારો કર્યો છે.