ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર 2002માં થયેલા હુમલાનો આરોપી મોહમ્મદ ફારૂક શેખને પોલીસે અમદવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. હુમલામાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 80થી વધારે લોકો ઘાયલ થયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર SP ભાગીરથ સિંહ ગોહિલે જણાવ્યું કે જેવો મોહમ્મદ ફારૂક શેખ સાઉદી અરબ રિયાધથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે જણાવ્યું કે મંદિરમાં હુમલાની બાદ 2002 રિયાધ ભાગવાની પહેલા ફારૂક શેખ જુહાપુરામાં રહેતો હતો. તેણે જણાવ્યું કે શેખએ હુમલા પહેલા પૈસાની વ્યવસ્થા કરી હતી.
ઉલ્લેખનીય છે કેc જેમાં 30 લોકોના મોત થયા હતા અને 80થી વધારે લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓને NSGના કમાન્ડો મારી દીધા હતા. આ હુમલો 2002માં થયેલા ગોધરા કાંડ બાદ થયો હતો.