દિવાળી વેકેશનમાં બેંગકોક ફરવાગયેલા અમદાવાદના પ્રવાસીઓ બેંગકોકમાં ફસાયા છે. સ્પાઈસ જેટની બેંગકોકથી અમદાવાદની ફલાઈટ મંગળવારે મોડી રાતે બે વાગ્યે ઉપડવાની હતી જોકે અચાનક ફલાઈટ રદ્ થતાં ગુજરાતી મુસાફરોએ બેંગકોક એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.
દિવાળી વેકેશનમાં વિદેશ ગયેલા રાજ્યના 180 મુસાફરો બેંગકોકમાં મુશ્કેલીમાં મુકાયા છે. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી-86 રાતે બે વાગ્યે ઉપડી વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદ આવવાની હતી. અલબત્ત, એરલાઈન્સ કંપનીએ ટેક્નિકલ ફોલ્ટ હોવાનું જણાવી અચાનક ફલાઈટ રદ્ કરી દીધી હતી, જેને પગલે મુસાફરો રઝળી પડયા હતા.