કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેવડિયા પ્રવાસ પૂર્ણ થયા પછી હવે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સસીટી ફલાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે લોકાર્પણ કર્યું હતું.170 કરોડના ખર્ચ તૈયાર કરેલો આ રૂટ 2.36 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર પૂર્ણ થવાથી અમદાવાદના સૌથી વ્યસ્ત રોડના જંકશનોની ટ્રાફિક જામમાંથી મુક્ત થયા.
એસ.જી હાઈવે નિમિતે ગૃહમંત્રી અમિત સોલા ભાગવત,કારગિલ પેટ્રોલ પંપ,જનતા નગર,અને ઝાયડસના ચાર રસ્તા પરથી લાભ લીધો થલતેજના અંડરબ્રિજ આવેલા પુલ સુધી 1.48 કિલોમીટર લાંબો ફ્લાયઓવર 27 જૂનથી કાર્યરત રહેશે આ ફ્લાયઓવર પૂર્ણ થવાથી ગુજરાત હાઇકોર્ટ,સોલા સિવિલ હોસ્પિટલ અન્ય રાજ્યોના જિલ્લામાંથી આવતી સામાન્ય વસ્તી લોકોને ઝડપથી પરિવહનની સુવિધા મળશે.
આઠ ફ્લાયઓવર આજથી શરુ થયા છે બાકીના પાંચ ફ્લાયઓવર બંધ રહેશે ગોતા બ્રિજ ખુલ્લું મુકતા જ જનતામાં ખુશીની માહોલ જોવા મળ્યો હતો જે લોકોને ઓફિસ માટે એક કલાક વહેલું નીકળવું પડતું હતું તેની જગ્યાએ હવે તે લોકો 20થી 25 મિનિટ મોડા નીકળે છે.લોકોને આરામ અનુભવાયો આથી 15 થી 20 મિનિટમાં અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે.ત્યારબાદ સારા સમાચાર પણ મળ્યા છે કે એસ.જી.હાઇવે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બની રહ્યો છે ગૃહમંત્રી અમિત શાહે લગભગ અત્યાર સુધીમાં 4 બ્રિજનું લોકાર્પણ કર્યું છે.
21 જૂને સરખેજ ગાંધીનગર હાઇવે પર આશરે 70 કરોડથી પણ વધારે ખર્ચ થયેલા આ 4 ઓવરબ્રિજ વૈષ્ણદેવી ફ્લાયઓવર બ્રિજ,ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ પાનસર રોડ ખાતે આવેલા બ્રિજનું ઉદ્ધઘાટન કર્યું અમદાવાદ ગાંધીનગર જતા હાઇવે પર રોજ 2 લાખથી પણ વધુ વાહનોની અવળ જવળ રહે છે આના કારણે સોલા સીવીલથી આવતી એમ્બ્યુલન્સ ને ભારે તકલીફો પડતી હતી ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ ને 3 કિલોમીટર સુધી ફરીને જવું પડતું હતું જોકે હવે પછીના દિવસોમાં આ મુસ્કીલીઓ દૂર થઇ જશે માટે રાજ્યસરકારે કેંદ્રસરકાર પાસે આવેલા સોલાસિવિલ અંડર ગ્રાઉન્ડ સબવે બનાવવા માટે ગ્રાન્ટની મંજરી માંગી હતી.