દિવાળીની ઉજવણી ધામધુમથી ઉજવાય છે પણ આ દિવાળી ઘણા લોકો માટે દુખદાયક બની જાય છે. દિવાળીમાં જ વર્ષનું સૌથી લાંબું વેકેશન હોવાથી ઈમરજન્સીમાં લોકો સારવારનો ખર્ચ પણ વધારે ચૂકવે છે. આ દિવાળી વેકેશનમાં આખા વર્ષની સરખામણીમાં 108 ઈમરજન્સી સેવાને 17 ટકા વધારે કોલ મળ્યા હતા.
દિવાળીના તહેવાર દરમિયાન 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં 108 એમ્બ્યુલન્સ હેલ્પ લાઈન પર સમગ્ર રાજ્યમાંથી રેકોર્ડ બ્રેક ઈમરજન્સી કોલ આવી રહ્યા છે. જેમાં દીવાળી અને નવા વર્ષ દરમિયાન માત્ર બે દિવસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 7033 કોલ નોંધાયા છે.