ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સની ગાંધીઅન સોસાયટી ધ્વારા “આઝાદી પછીના પડકારો” વિશે સેમિનાર યોજાયો હતો. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અમૃત મહોત્સવની પૂર્ણાહીતી નિમિત્તે કાર્યક્રમના યોજાયો હતો.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તથા જાણીતા ઈતિહાસકાર હરી દેસાઈએ “આઝાદી પછીના પડકારો” વિશે યોજાયેલ સેમીનારમાં વક્તવ્ય આપ્યુ હતુ.ડૉ.દેસાઈએ કહ્યું હતુ કે આઝાદી પછી તરતજ પહેલો પડકાર દેશના રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરવાની હતી. જે ઘણુ મુશ્કેલ કાર્ય હતુ પરંતુ સરદાર પટેલે ખુબજ કુનેહપૂર્વક પોતાની મુત્સદ્દીથી આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું.
આઝાદી સમયમાં દેશની વસ્તી લગભગ ૩૨ કરોડ હતી જેની પાયાની જરૂરીયાત પૂરી પાડવી પણ ઘણું મુશ્કેલ કામ હતુ. જે પંડીત નેહરૂએ નિષ્ઠાપૂર્વક પુરૂ પાડ્યુ. શિક્ષણ, આરોગ્ય તથા ધંધા રોજગારને ઉભો કરવા દેશના કર્ણધારોએ કમર કસી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આઝાદી પછીના આજના પડકારોમાં સૌ પ્રથમ પડકાર ગરીબી તથા બેકારી હટાવવી છે. દેશનું યુવાધન ભારત છોડી પરદેશમાં અભ્યાસ કરી વસવાટ કરી રહ્યું છે. જેના કારણે દેશનાં અબજો રૂપીયા પરદેશ જતા રહે છે. જેનાથી આપણા દેશની પ્રગતી તથા વિકાસમાં અવરોધ ઉભો થયો છે. આપણે સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ સદ્દભાવ રાખીને બંધુત્વની ભાવના સાથે દેશના સાર્વભૌમત્વની રક્ષા સાથે આઝાદીના આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઈએ. એચ.એ. ગાંધીઅન સોસાયટી ધ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા