અમદાવાદ શહેરના જર્જરિત રસ્તાઓ,રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યાઓ વધી ગઈ છે.આવામાં હાઇકોર્ટ AMC અને ગુજરાત સરકાર સામે સખત કઠિન ઠપકો આપ્યો છે.સાથે જ હાઇકોર્ટ AMC ને નિર્દેશ આપ્યો છે ખાલી વાયદાઓ અને સોંગદનામા નહિ ચાલે,કાગળ પર કામ ન થવું જોઈએ રસ્તાનું કામ થવું જોઈએ.આવા અનેક મુદ્દાઓને લઈ કોર્ટે મહત્વની કેટલીક બાબતો નોંધી છે.
‘જો કોર્પોરેશન સારા રસ્તા ન આપી શકે તો ટેક્સ પરત કરો’
કોર્ટના આદેશની અવમાનના અરજી પર અરજદારે દલીલ કરી છે કે જો કોર્પોરેશન લોકોને સારા રસ્તાઓ આપી શકતું નથી, તો ટેક્સના પૈસા લોકોને પરત કરવા જોઈએ. બીજી તરફ કોર્પોરેશને મેટ્રો રેલની કામગીરી ચાલુ હોવાના કારણે રસ્તા પર નુકસાન થઇ રહ્યું છે તે કોર્પોરેશનની જવાબદારી નથી, તે મેગાની જવાબદારી છે. જે મામલે કોર્ટે ચુકાદો આપ્યો કે રસ્તાઓ કોર્પોરેશનની શહેરની હદમાં છે, શું તમે મેગા સાથે કામ કરી શકતા નથી? શું તમે મેગા કંપનીને કહ્યું કે તે તેમની જવાબદારી છે, અને રસ્તાઓ ઠીક કરો.
ફ્લાયઓવર નીચે પાર્કિંગની સુવિધા માટે HC ની ટકોર
કોર્ટે ટ્રાફિક જામના મુદ્દે સરકાર પાસે ખુલાસો પણ માંગ્યો છે. કોર્ટે ફ્લાયઓવર નીચે ખાલી જગ્યાઓ પર પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે. કોર્ટે એમ પણ પૂછ્યું કે મેટ્રોના થાંભલાઓ પાસે પાર્કિંગ રોકવા માટે શું કરવામાં આવી રહ્યું છે. આ અંગે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાર્કિંગ નીતિને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક વિભાગને 22 નવેમ્બર સુધી પોલીસ કામગીરી ચલાવવા નિર્દેશ આપ્યો છે.
શહેરમાં પડેલા ખાડાથી વાહનચાલકોને હાલાકી થાય છે .
નોંધપાત્ર બાબત એ છે કે, મોસમી વરસાદ બાદ રાજ્યના રસ્તાઓની હાલત કથળી છે, રસ્તાઓ પર ખાડા અને ભમર છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.