અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર અંબાપુર ગામ નજીક એક મર્સિડીઝ કાર ચાલકે સ્ટેયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી જેમાં ડૂબી જતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટના સમયે તળાવ ઉપર લોકો પહોંચી ગયા હતા અને કેટલાકે આ ઘટના મોબાઇલ માં કેદ કરી હતી પરંતુ ડૂબી રહેલાઓ ને તાત્કાલિક હેલ્પ નહિ મળતા તેઓ લોકો સામેજ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
કાર માં રહેલા આનંદ મોદીઅને ફેની મોદીના તળાવમાં ડૂબતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે બંનેનો ડૂબતો હૃદયદ્રાવક વીડિયોમાં બંને પતિ- પત્ની કારની ઉપર આવેલા રૂફ ટોપ પરથી બહાર આવી ગાડી પર બેસી ગયા હતા અને બચાવવા માટે મદદ માંગી હતી પરંતુ બંને ડૂબી ગયા હતા. આ દરમિયાન ગામના લોકો બુમો પાડી અને ગાડીની પાછળ જવા કહેતા હતા પરંતુ ગાડી અંદર ઉતરી જતાં બંને ડૂબી ગયા હતા.
અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપર મર્સિડિઝના કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અંબાપુર તળાવમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ કારમાં સવાર બંને પતિ-પત્ની ડૂબવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના ને કારણે ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
