રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા જ ફરી એકવાર અમદાવાદ માં તા. 18 માર્ચથી AMTS અને BRTS બંધ કરી દેવામાં આવતા મનપા દૈનિક રૂ. 30 લાખની આવક બંધ થઇ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં જ રોજના 30 લાખ પેટે રૂ.4.50 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
અગાઉ અનલોકમાં પહેલા 50 અને બાદમાં તમામ બસો દોડાવતા AMTSમાં રોજની આવક 16થી 17 લાખ સુધી અને BRTSની રૂ. 13 લાખની આવક પહોંચી હતી. જો કે ફરી કોરોનાના કારણે આ બસો બંધ થતાં આવક બંધ થઈ ગઈ છે. AMTSના અધિકારીના જણાવ્યા મુજબ શહેરમાં અનલોક થતાં 50 ટકા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ધીરે ધીરે વધારો કરવામાં આવ્યો હતો. પહેલા રોજની 20 હજાર, 50 હજાર, 2 લાખ એમ કરી રૂ. 16થી 17 લાખ સુધીની આવક થઈ હતી. જો કે આજે રોજની પેસેન્જરોની આવક ઉપરાંત ખર્ચમાં કર્મચારીઓનો પગાર ચાલુ જ છે. રૂ. 300 કરોડની AMTSને ખોટ જઇ રહી છે.
જોકે,જે રીતે કોરોના વકર્યો છે તે જોતા નજીક ના દિવસો માં આ સેવા ફરી ક્યારે ચાલુ કરવી તે કહેવું મુશ્કેલ હોય ખોટ ની રકમ વધી શકે છે.
