અમદાવાદ: ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કનવર્ટ કરનાર ગેંગનું ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ થયો છે. ભારત દેશની આંતરીક સલામતીને જોખમમાં મુકી ટેલીફોન કંપનીઓ તથા ભારત દેશને આર્થિક નુકશાન પહોંચાડતા હતા. ગેરદાયદેસરના ટેલીફોન એક્ષચેંજ ચલાવનાર યુવકને પકડી પાડયો હતો. કોલસેન્ટર માટે આ એક્સચેન્જ કામ કરતું હોવાનું બહાર આવ્યું હતું. પોલિસે એક આરોપીની ધરપકડ કરી મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
નવરંગપુરા વિસ્તારમાં સી.જી રોડ પર આવેલા સમુદ્ર કોમ્પલેક્ષના પ્રથમ માળે ઓફીસ ધરાવીને ગેરકાયદેસરનુ ઈન્ટરનેશનલ કોલ કે જે લોકલ કોલમાં કનવર્ટ કરવાનું રેકેટ ચાલતું હતું. કોલ સેન્ટરની આડમાં ટેલીફોન એક્ષચેંજ ચાલી રહ્યું હતું. પોલીસે રેડ કરી તબરેઝ કટારીયાને ઝડપી પાડ્યો હતો. બાદમાં પુછપરછ કરતા પોતે કોસ્મેટીક ઈન્ડીયા નામની કંપનીનું એડવર્ટાઈઝીંગનુ કોલ સેન્ટર ચલાવતો હોવાનું જણાવ્યું હતુ.
આ સેટએપ તેના મિત્ર ટોનીએ કર્યું હોય અને તે જ આને ઓપરેટ કરતો હતો. સાથે જ કંપનીની 1000 કોલની એસઆઈપી લાઈન તથા 50 એમબીપીએસની લીઝ લાઈન મેળવી હતી. સાથે જ ડી.ઓ.ટીના અધિકારીઓ મારફતે કોલ સેન્ટરમાં સેટઅપ કરેલ લીઝ લાઈન સીપ લાઈન તથા લાગેલ સર્વર ચેક કરાવતાં તેમાં એક વર્ચ્યુઅલ મશીનથી અન્ય લીનક્ષ તથા વિન્ડોવસ ઓપરેટીંગ સિસ્ટમ એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરી માઈક્રોટેક ક્લાઉડ કોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતાં કોલને રૂટ કરી જીએસએમ નેટવર્કમાં તબદીલ કરતા હતા. કોલસેન્ટરમાંથી મળી આવેલ રૂ.46.500 નો મુદ્દામાલ જપ્ત કરીને મુંબઈના ટોની નામના યુવકની શોધખોળ હાથધરી છે.
છેલ્લા અગિયાર દિવસમાં 12 લાખ કોલ તબદીલ કર્યા ..
આરોપીની પુછપરછ દરમિયાન છેલ્લા અગિયાર દિવસમાં આશરે 12.46 લાખ જેટલા વિદેશી કોલને સોફ્ટવેરની મદદથી રૂટ કર્યા હતા. જીએસએમ નેટવર્કમાં નાખી ભારત દેશને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડયું હતું. ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુ.એ.ઈ. તથા અન્ય ગલ્ફ દેશોમાંથી પણ આ રીતે ઈન્ટરનેશન ફોનને ડાયવર્ટ કરી, લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારતદેશને તથા ટેલીકોમ કંમ્પનીઓને આર્થિક નુકશાન કરેલ હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતુ.