Ahmedabad: અમદાવાદનાં ખ્યાતિકાંડનાં પડઘા: ગુજરાતની સાત હોસ્પિટલો PMJAY યોજના માટે બ્લેકલિસ્ટ : ચાર ડોક્ટર સસ્પેન્ડ
Ahmedabad : અમદાવાદના ખ્યાતિકાંડ પછી જેમ જેમ તપાસ આગળ વધી રહી છેં તેમ તેમ વધુ કૌભાંડો બહાર આવી રહયા છે. આ દરમિયાન અત્યાર સુધીની તપાસ પછી ૭ હોસ્પિટલોને પીએમજેએવાય યોજના માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. અને ચાર તબીબોને સસ્પેન્ડ કરાયા છે.
ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. ૫ીએમજેએવાય યોજનામાંથી સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. Ahmedabad ની ૩, સુરત- વડોદરાની ૧-૧ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે. તો બીજી તરફ રાજકોટની ૧, ગીરસોમનાથની ૧ હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. ખ્યાતિકાંડ પછી હવે રાજયની તમામ હોસ્પિટલો પર તવાઈ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે .ોવબથ યોજનામાંથી ખ્યાતિ સહિત ૭ હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરત- વડોદરા- રાજકોટની ૧-૧ અને ગીરસોમનાથની હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડો. પ્રશાંત વઝીરાણી સહિત ૪ સ્પેશિયાલિસ્ટ ડોકટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલો સાથે શ્રી જીવનજયોત આરોગ્ય સેવા સંઘ,
ગીરસોમનાથ, નારીત્વ- ટ્રેનિંગ પોઈન્ટ હેલ્થ કેર હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, અમદાવાદ, નીહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ. ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરાનો સમાવેશ થાય છે.
ખ્યાતિકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સાણંદ , ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહયા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલુ જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતાં.
દર્દીઓને સ્ટેન્ટ નાખનાર ડો. પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહયું છે
પણ વિલન તો હોસ્પિટલના સંચાલક છેં જે ડોકટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતાં હતાં, તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
અમદાવાદની એસ.જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ સાથે જ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે પીએમજેએવાય યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.