Ahmedabad અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો
Ahmedabad ૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ – શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન
અમદાવાદ,14 એપ્રિલ,2025
ઉનાળામાં આગની ઘટનાઓ અમદાવાદમાં વધી રહી છે.
રોજના સરેરાશ ૨૫ અંગારકોલ ફાયર વિભાગને મળી રહયા છે. વર્ષ-૨૦૨૩-૨૪માં ફાયર વિભાગને ૨૪૮૩ આગના ફોન મળ્યા હતા. વર્ષ-૨૦૨૪-૨૫માં અંગાર કોલની સંખ્યા વધીને ૨૮૩૫ ઉપર પહોંચી હતી. 352 ફોન કોલના વધારા સાથે 14 ટકાનો વધારો થયો છે.
૫૦૦ ચોરસ કિલોમીટરથી વિસ્તાર અને 1 કરોડની વસતી ધરાવતા અમદાવાદમાં ૫૦ આગ મથકો હોવા જોઈએ. 2025માં ૧૯ આગ મથક છે.
ગોતા અને ત્રાગડમાં બે નવા ફાયર સ્ટેશન બની રહયા છે. પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવા જાહેરાત ૭૫૦ જગ્યા સામે ૫૫૮ કર્મચારીઓ છે. અંગારકોલ, બચાવકોલ, પક્ષી બચાવ કોલ આવે છે.
વર્ષ-૨૦૦૧માં વિનાશક ભૂકંપ પછી અમદાવાદ ફાયર વિભાગને અદ્યતન ફાયર અને રેસ્કયૂના વાહન આપવામાં આવ્યા હતા.
સ્ટેન્ડિંગ ફાયર એડવાઈઝરીની ગાઈડલાઈન મુજબ,દર દસ ચોરસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ. પાંચ નવા ફાયર સ્ટેશન બનાવવા જાહેરાત
અઢી દાયકા જેટલો સમય પસાર થવા છતાં અમદાવાદ ફાયર વિભાગના મહેકમ શિડયુઅલમાં કોઈ વધારો મ્યુનિસિપલ તંત્ર કરી શકયુ નથી.
૧ માર્ચથી ૩૧ માર્ચ-૨૫ સુધીમાં ૩૫૨ અંગારકોલ ફાયર વિભાગે એટેન્ડ કર્યા હતા.૧થી ૧૨ એપ્રિલ-૨૫ સુધીમાં ૧૭૬ અંગારકોલ એટેન્ડ કરાયા હતા.
રાણીપ,લાંભા ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, રામોલ-હાથીજણ અને શાહીબાગ એમ પાંચ સ્થળે નવા ફાયર સ્ટેશન બનાવવા તંત્ર તરફથી જાહેરાત કરાઈ છે.
એક ફાયર સ્ટેશન બનાવવા ૮થી ૧૦ કરોડનો ખર્ચ થાય છે અને 50નો સ્ટાફ જોઈએ છે.
ફાયર વિભાગને મળેલા કોલનુ સરવૈયું
વર્ષ ૨૦૨૪-૨૫
અંગારકોલ – ૨૮૩૫
મરણ – ૧૯૭ (આત્મહત્યા)
આગથી મરણ – 6
ઈજા-દાઝેલ – ૪૩
બચાવકોલ – ૩૬૦૬
બચાવાયા – ૪૮૫
સાબરમતીમાં આત્મહત્યા
સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા ઝંપલાવતા લોકોને બચાવવા વલ્લભસદન ખાતે રિવરબોટની વ્યવસ્થા કરાઈ છે. વર્ષ દરમિયાન 200 બચાવકોલ એટેન્ડ કર્યા હતા. આ પૈકી ૩૫ લોકોને બચાવી શકાયા હતા. ૧૬૬ લોકોએ આત્મહત્યા કરી હતી.
દર્દી અને શબ
૨૦ એમ્બ્યુલન્સ, ૧૬ શબવાહીની સાથે એક વર્ષમાં ૪૫ હજાર કોલ એટેન્ડ કરાયા હતા. એમ્બ્યુલન્સના ૧૭ હજાર ૨૮૨ તથા શબવાહીનીના ૨૮ હજાર ૨૯૪ એમ કુલ ૪૫ હજાર ૫૭૬ કોલ એટેન્ડ કર્યા હતા.
2025ની ઘટના
૧.ખોખરાના પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે આગ,૧૮ લોકોને બચાવાયા
૨.પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાનાં પેકેજિંગ ગોડાઉનમાં ભીષણ આગ
૩.પાનકોરનાકા રમકડા માર્કેટની પાંચ દુકાનોમાં ભીષણ આગ
૪.ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ, છ ઓરડી ખાખ
૫.સી.જી.રોડ ઉપર જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે દસ કિલો સોનુ બચાવ્યું