Ahmedabad: અમદાવાદમાં દિવાળી આવતા જ દારૂના ધંધામાં આવી તેજી! વહીવટદારોની કૃપાથી બુટલેગરોને બખ્ખા!
Ahmedabad: અમદાવાદના વટવા GIDC, સરખેજ, વેજલપુર,શહેર કોટડા,રામોલ,શાહપુર,માધુપુરા,યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદમાં દારૂની રેલમછેલ!દારૂબંધીનો અમલ કોણ કરાવશે?
Ahmedabad રાજ્યમાં દારૂબંધી હોવાછતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂબંધીનો કોઈ અમલ નહિ કરવામાં આવતા લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બનતી રહી છે ત્યારે હાલ દિવાળીનું પર્વ નજીક આવતા જ અમદાવાદમાં ઠેરઠેર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલ છે
અમદાવાદ શહેરના વટવા GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સહિત સરખેજ,
વેજલપુર,શહેર કોટડા,રામોલ,શાહપુર,માધુપુરા,યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદમાં પણ દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ શરૂ થયુ હોવાની વાત છતાં પોલીસ કોઈ પગલાં નહિ ભરતી હોય બુટલેગરોને જલસા પડી ગયા છે.
પોલીસના વહીવટદારોના રાજમાં છકીને ધુમાડે ગયેલા બુટલેગરો બિન્દાસ માલ વેચી રહયા છે અહીં ઈંગ્લીશ અને દેશી બન્ને પ્રકારના દારૂ છૂટથી મળી રહયા છે ત્યારે દિવાળી ઉપર મોટો લઠ્ઠાકાંડ સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે.
અગાઉ પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યા હોવા છતાં તંત્ર સુધરતું નથી અને આવી કોઇ ઘટના બને ત્યારે થોડા સમય માટે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કર્યાં બાદ ફરીથી ધંધા ચાલુ થઈ જતા હોવાનો ક્રમ ચાલુ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ઉપર મુજબના સ્થળોએ પોલીસના નાક નીચે ચાલતા અડ્ડાઓ કોણ બંધ કરાવશે? તે સવાલ જનતા રાજ્યગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને પૂછી રહી છે અને તેઓના વિભાગ દ્વારા ખાનગીમાં તપાસ કરવામાં આવે તો જેતે એરિયામાં ચાલતા દારૂના વેપલા અંગેની માહિતી સામે આવે તેમ હોવાનું સુત્રોનું કહેવું છે ત્યારે ઉપરી અધિકારીઓ આ મામલે તપાસ કરી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે.