Ahmedabad Bulldozer: અમદાવાદમાં ‘ઓપરેશન ક્લીન’ હેઠળ મિની બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ વિભાગે ચંડોળા તળાવ વિસ્તાર ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો સામે ‘ઓપરેશન ક્લીન’ નામે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન ચલાવ્યું.
29 એપ્રિલે AMCએ મોટાપાયે ઝૂંપડપટ્ટીઓ અને ગેરકાયદેસર બાંધકામો તોડ્યા. ચંડોળા તળાવ પાસે 100થી વધુ બાંગ્લાદેશી રહેવાસીઓને ઓળખી, તેમના વસવાટ સ્થળો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા. વીજળીના કનેક્શનો પણ એક દિવસ અગાઉ કપાઈ ગયેલા.
#WATCH | Ahmedabad, Gujarat: Amdavad Municipal Corporation (AMC) demolishes illegal settlements near Chandola lake
According to Sharad Singhal, Joint CP (Crime), a majority of Bangladeshis used to stay here. https://t.co/Ew1lzwsgnx pic.twitter.com/4sVzLJIT8l
— ANI (@ANI) April 29, 2025
કુલ 80 જેટલા બુલડોઝર અને 60 ડમ્પરથી કામગીરી હાથ ધરાઈ. સારા બંદોબસ્ત માટે 2000થી વધુ પોલીસકર્મીઓ, રાજ્ય અનામત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તૈનાત રહ્યા. સમગ્ર કામગીરી પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાત ગૃહ મંત્રાલયના સૂચનથી શરૂ કરાયેલા આ અભિયાનમાં અસંખ્ય ગેરકાયદેસર બનાવટો તોડી પાડવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ અને DGPએ પણ સતત મોનિટરિંગ કર્યું.
વિશેષ ઘટનાઓ:
કાર્યવાહીની વચ્ચે ‘લલ્લુ બિહારી’ ઉર્ફે મહેમૂદ પઠાણના ગેરકાયદેસર ફાર્મહાઉસનો પર્દાફાશ થયો. 2000 ચોરસ યાર્ડમાં વિકસાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ અને પાર્ટી માટે જગ્યા બનાવી હતી. આ ફાર્મહાઉસમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશ્રય આપવામાં આવતો હતો.
#WATCH | गुजरात: अहमदाबाद के पुलिस कमिश्नर ज्ञानेंद्र सिंह मलिक ने कहा, "… हाल ही में, पुलिस ने तीन दिन पहले एक बड़े पैमाने पर तलाशी अभियान चलाया, 180 से अधिक अवैध बांग्लादेशियों की पहचान की गई है, यह प्रक्रिया जारी है। इसके अलावा, नगर निगम चंदोला झील क्षेत्र में अवैध अतिक्रमण… https://t.co/Ec5dWiFYFS pic.twitter.com/NTq7QYE5iT
— ANI_HindiNews (@AHindinews) April 29, 2025
પોલીસે લલ્લુ બિહારી વિરુદ્ધ FIR નોંધાવી છે અને તેમની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે. ચંડોળા વિસ્તારમાં લલ્લુ બિહારીના 20 વર્ષના દાદાગીરીના સમાપ્ત થવાની શક્યતા છે.
આ ડિમોલિશન ઝુંબેશને લોકો ‘મિની બાંગ્લાદેશ’ પર ‘બુલડોઝર સ્ટ્રાઈક’ તરીકે જોઈ રહ્યા છે. ‘ઓપરેશન ક્લીન’ દ્વારા અમદાવાદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઘુસણખોરી વિરુદ્ધ એક સશક્ત સંદેશો આપવામાં આવ્યો છે.