અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં 108 એમ્બ્યુલન્સના ઉદ્ધાટનની રાહ જોવાઇ રહી છે. મોડાસામાં 6 જેટલી 108 એમ્બ્યુલન્સ 30 તારીખથી આવી પહોચી છે. જો કે કોરોનાકાળ વચ્ચે છેલ્લા 7 દિવસથી 108ના ઉદ્ધાટનની રાહ જોવામાં આવી રહી છે. કોરોના કાળમાં લોકોને એમ્બ્યુલન્સ મળતી નથી. તો બીજી તરફ મોડાસામાં ૭ દિવસથી નવી એમ્બ્યુલન્સ પાર્કિંગમાં ધૂળખાઇ રહી છે. 108નું ઉદ્ધાટન વહીવટી તંત્ર કરશે કે નેતાઓ કરશે તેને લઇ અસંમજસ ઉભુ થયું છે. જેના કારણે વિલંબ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
