આજે રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પૂર્વ મંત્રી અને લેઉવા સમાજના પ્રમુખ જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને મળવા જઈ રહી છે. બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પણ બેઠકમાં હાજરી આપશે.
લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારકા, નાથદ્વારા સહિત યાત્રાધામના ચાલતા સમાજના પ્રમુખ જયેશ રાદડિયા છે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે એની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી રહેશે. સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને લઇ નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબજ મહત્ત્વની ગણાય છે.
આપને જણાવી દઈયે કે, જયેશ રાદડિયા પર ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ મુકાવામાં આવ્યા છે ત્યારે આ બેઠકમાં ચર્ચાનો વિષય શુ રહેશે તેની ઉપર સૌની નજર છે.મહત્વનું છે કે, સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદ ને લઇને નિશાન બનાવ્યા છે ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબ જ મહત્વ ની ગણાય છે.