યાત્રાધામ બની અંતિમયાત્રા:રણુજાથી દર્શન કરીને આવતા રહેલા ચાર મિત્રને કાળમાં મોત
મોડાસા રોડ પર કાવઠ પાસે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ખેડા જિલ્લા કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થાત 4 મિત્રો નો મોત થતા એક ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આઇસર અને કાર વચ્ચે થતો અકસ્તમાત માં લોકો રણુજા થી દર્શન કરી પરત ફરી રહેલા ને અકાસ્મત નડયો. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ કરી છે.
કેળાની ભરેલી આ આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) અને કાર (નં. GJ-07-DA-8318) બંને વાહન સામસામે અથડાતા કાર ના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા.આઇસર વાહનચાલાક ત્યાં થી ફરાર થઇ ગયો.અકસ્માતને પગલે સ્થણે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
પોલીસના સૂત્રો મુજબ આવેલી માહિતી 4 વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે.જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા,
આ અંગે ખેડા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મહેશ મહેતાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ ઘટનામાં મોતને ભેટેલા તમામ 4 હોમગાર્ડ ને વ્યક્તિ દિઠ સહાય ચૂકવામાં આવશે. હોમગાર્ડ કલ્યાણ નીધી ફંડમાંથી વ્યક્તિ દિઠ મૃતકના પરિવારને 1 લાખ 55 હજારની સહાય આપવામાં આવશે.સાથે સાથે ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને પણ જે કઈ બીલ મૂકે તેના ચૂકવણી કરવા પ્રયત્નો કરવામાં આવશે.