Mehsana: મહેસાણામાં માટી ધસી પડતા અકસ્માત, 9 મજૂરોના મોત
Mehsana: એક નિર્માણાધીન કંપનીમાં દિવાલ બનાવતી વખતે માટી અંદર ધસી ગઈ, જેના કારણે તેની નીચે કામ કરતા કામદારો દટાઈ ગયા. આ અકસ્માતમાં 9 મજૂરોના મોત થયા હતા. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
Mehsana: ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડતા નવ મજૂરોના મોત થયા છે. કેટલાક ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેસલપુર નજીકના ગામમાં આ અકસ્માત થયો હતો. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી અંદર ધસી ગઈ, જેના કારણે તેની નીચે કામ કરતા કામદારો દટાઈ ગયા. પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેસલપુર ગામ પાસે આ અકસ્માત થયો હતો
જ્યાં ખાનગી કંપનીની દિવાલ બનાવતી વખતે માટી ધસી પડતાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
તેમણે કહ્યું કે, ગુજરાતના મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ અકસ્માત અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં વ્યસ્ત છે.
આ ઉપરાંત મૃતકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મહેસાણામાં થયેલા અકસ્માતમાં દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ સ્ટીલ કંપનીમાં નિર્માણાધીન કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થયું. પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે, હાલમાં જેસીબીની મદદથી કામદારોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. કામદારોના મૃતદેહ મળી આવ્યા છે.
કડી પોલીસ સ્ટેશનના નિરીક્ષક પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ઘણા મજૂરો ખાડો ખોદી રહ્યા હતા ત્યારે માટી અંદર ધસી આવી હતી અને તેઓ જીવતા દાટી ગયા હતા.