Gujarat: કોડીનારમાં આવેલા વડનગરનાં ખેડુતો માટે મોટી આપદા સર્જાઈ ગઈ છે. સિમેન્ટ કંપનીના કારણે ખેડુતોની ખેતી પાયમાલ થઈ રહી છે. સ્થિતિ એ છે કે ઘરતીપુત્રોનો કોઈ બેલી રહ્યો નથી એવું લાગી રહ્યું છે.
અંબુજા સિમેન્ટ કંપનીના પાપે ગામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અંબુજા સિમેન્ટ કંપની દ્વારા બેફામ વાયુ અને ધ્વનિ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. કંપનીના ભયંકર પ્રદુષણથી ગ્રામજનો માટે સ્થિતિ નર્કાગાર જેવી બની ગઈ છે અને જીવન જીવવાનું પણ અસહ્ય બની ગયું છે. ખેતી અને પશુપાલનને પ્રદુષણના કારણો મોટું નુકશાન થઈ રહ્યું છે.
Gujarat ગીર સોમનાથ ના વડનગર ગામમાં અંબુજા સિમેન્ટ કંપની દ્વારા
ફેલાવાતાં વાયુ અને ધ્વનિ પ્રદુષણ થી ગ્રામજનોનું રહેવું દોજખ સમાન બન્યું છે.
આમે વડનગર ગામના લોકો ની ફરિયાદ મળતાં સ્થળ પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
બેફામ પણે થઈ રહેલ પ્રદુષણ જવાબદાર તંત્ર ના ધ્યાને કેમ નથી આવતું એ મોટો સવાલ છે.
વડનગરના સ્થાનિક રહીશ સંદીપભાઈ ભોળાએ કહ્યું કે ગ્રામજનોની અનેક રજૂઆત કરવા છતાં કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અમારી સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અંબુજા કંપની દ્વારા થઈ રહેલા બેફામ પ્રદુષણ મામલે અમોએ GPCB અને કલેક્ટર સહિત જવાબદાર તંત્ર ને અનેકવાર લેખિત મોખિક ફરિયાદ કરી છે.
અન્ય સ્થાનિક રહીશ મયુરભાઈ ગાધેએ કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી જેના કારણે છેલ્લા 2 વર્ષ થઈ ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોએ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
અહીં ચોંકાવનારી બાબત તો એ છે અંબુજા કંપની ના પ્રદુષણ ના પાપે જમીન ના તળ પણ બગડી ગયા છે. અહીં ના કૂવાઓ માં કેમિકલ યુક્ત લાલ રંગ નું પાણી જોવા મળે છે.
જ્યારે અમને સ્થળ પર પ્રદૂષણ ના બોલતા પુરાવા મળ્યા છે પરંતુ જવાબદાર તંત્ર તો સબ સ્લામત ના જ દાવા કરી રહ્યું છે.
ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે રાજકીય ઓથ અને રૂપિયાના જોરે અંબુજા કંપની બેફામ પ્રદુષણ ફેલાવી રહી છે. ગામના રહેણાંક મકાનો અને ખેતરોમાં ડસ્ટિંગનું વ્યાપક પ્રમાણ જોવા મળી રહ્યું છે.
અહીં પ્રદુષણના કારણે પશુઓ પર પણ ઘણી વિપરીત અસર પહોંચી છે.દુધાળા પશુઓ પણ દૂધ આપતા બંધ થયા છે. સિમેન્ટ કંપનીના કારણે માનવ જીવ અને પશુ જીવ પર પણ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. સરકાર અને તંત્ર આ કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઊઠી રહી છે.