Surat: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સુરત શહેર-જિલ્લામાં 538 દારુ અને ડ્રગ્સના અડ્ડા
અમદાવાદ, 26 નવેમ્બર 2024
Surat: પોલીસ પાસે બુટેલગરોના નામ-સરનામા સહિતની વિગતો જાહેર કરી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના મત વિસ્તાર મજૂરામાં દારુ અને ડ્રગસ મળે છે. ઈશુના નવા વર્ષની ઉજવણી શરુ થઈ છે તેથી દારૂના ધંધામાં તેજી છે. હીરા ઉદ્યોગમાં 1980 કરતાં ઓછો ધંધો છે. મંદી અને બેકારી હોવાથી દારુનુ દુષણ વધી ગયું છે.
Surat હર્ષ રમેશ સંઘવી 8 જાન્યુઆરી 1985માં જન્મેલા છે. તેમનો જન્મદિવસ અડ્ડા નાબૂદીથી ઉજવે તો લોકોને આનંદ થશે. પણ આમ આદમી પક્ષના નેતા ગોપાલ ઈટાલીયા અને સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા દારુના અડ્ડા પર પીકેટીંગ કરતાં નથી.
હર્ષ રમેશ સંઘવી મજૂરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ સળંગ 3 વખતથી કરી રહ્યા છે. યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય મહામંત્રી હતા ત્યારે દારુનો વિરોધ કરતાં હવે મૌન કેમ?
કેન્દ્રના પાણી પ્રધાન અને ભૂતપૂર્વ બુટલેગર ચંદ્રકાંત પાટીલ સુરતમાં રહે છે.
તેઓ પૂર્વ કોન્ટેબલ હોવા છતાં Surat માં ગુનાનો દર વધી રહ્યો છે. દારૂ ગાળવાના અડ્ડાઓ પર યુવાનો દારુ અને નશાયુકત પદાર્થો તરફ ખુબ ઝડપથી વધી રહ્યા છે. વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૭ માં કાયદામાં સુધારો કરીને ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવેલી પણ અમલ નથી થતો.
પોલીસ, રાજકારણીઓ અને પત્રકારો વહીવટદારો સાથે મળીને ખુબ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવા માટેનું એક સફળ મોડેલ બનાવ્યું છે.
દર વર્ષે સુરત જિલ્લામાં પોલીસ અધિક્ષક સુરત (ગ્રામ્ય) ની કચેરી તરફથી સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવે છે. અને આ યાદી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરો તેમજ પોલીસ સબ-ઈન્સ્પેકટરોને મોકલવામાં આવે છે.
બુટલેગરો ઉપર થયેલી ફરિયાદો અને ગુનાની પૂરતી માહિતી હોય છે.
જાહેર માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ (RTI)માં મળેલ માહિતી મુજબ સુરતમાં 538 બુટલેગરો છે .
સુરતની બુટલેગરોની યાદીઃ
- કામરેજ ૯૨,
- ઓલપાડ ૬૭,
- કીમ ૧૦,
- કોસંબા ૬૭,
- માંગરોળ ૧૯,
- ઉમરપાડા ૮,
- ઝંખવાવ ૭,
- માંડવી ૨૧,
- બારડોલી-ટાઉન ૪૬,
- બારડોલી-રૂરલ ૩૧,
- પલસાણા ૭૦,
- કડોદરા ૭૧,
મહુવા ૨૯ બુટલેગરો સક્રિય છે.
આ આંકડાઓ એ પોતે પોલીસ અધિક્ષકની કચેરી સુરત દ્વારા પત્ર ક્રમાંક નં. લસીબી/પ્રોહી.-જુ. બુટલેગર. રી. યા./૬૩/૨૦૨૪, તા: ૧૮/૦૧/૨૦૨૪ થી બહાર જાહેર કરાઈ છે જેમાં બુટલેગરોના નામ, દારુના ગેરકાયદે ધંધાના સરનામા છે.
કામરેજ વિસ્તારમાં કેટલાક બુટલેગરો વિરુદ્ધ ૨૫થી ૪૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
મોટાભાગના બુટલેગરો વિરુદ્ધ ૧૦-૧૫ ગુનાઓ નોંધાયેલા છે.
ઓલપાડમાં બુટલેગરો વિરુદ્ધ ૨૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
માંગરોળના બુટલેગરો વિરુદ્ધ ૧૯થી ૨૦ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે.
તમામ તાલુકાઓમાં કલમ ૬૫ હેઠળ આવા ગુના છે.
પોલીસ દ્વારા સુધારેલી યાદી જાહેર કરાઈ છે.
બુટલેગરો સામે ચાલતા કેસોમાં “સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર” ની નિમણૂક કરવામાં આવે કે જેથી આ બુટલેગરોને સજા થાય એન પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ગુજરાત રાજ્યમાં ઘટાડી શકાય અને ગુનાઓ ઉપર અંકુશ લગાવી શકાય