અમદાવાદઃ ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસીએશનએ અલ્ટીમેટમ પાઠવ્યું છે. રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોની પડતર માગણીઓ અને યોગ્ય વળતર તેમજ કમિશનની સરકાર માં તેમજ પુરવઠા વિભાગમાં અનાર-નવાર રજૂઆતો બાદ પણ સાનુકૂળ ઉકેલ ન આવતા ૨૮મી મેથી અચોકકસ મુદત માટે જાહેર વિતરણ વ્યવસ્થાથી તેઓ અળગા રહેશે. રાજ્યભરના રેશન દુકાનદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને સામુહિક રાજીનામા આપવા સુધીની ચીમકી આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી અને પુરવઠા વિભાગના અગ્રસચિવને એસોસિએસને પત્ર પાઠવી ચીમકી આપી છે. એસોસિએસનના પમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ વિવિધ વિભાગોને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે ગુજરાતમાં લગભગ 1.20 કરોડ રેશનકાર્ડ્સ છે અને બીપીએલ તથા અંત્યોદયનો પણ તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં વાજબી ભાવના દુકાનદારો અને કેરોસીન લાયસન્સ હોદ્દેદારો 28મી મે પછી ગુજરાતની સસ્તા અનાજની દુકાનો પર પુરવઠો મળી શકશે નહીં. આ કાર્યક્રમ દરમ્યાન જો જરૂર જણાશે તો રાજીનામું પણ આપી દેવામાં આવશે. આ આંદોલન દરમ્યાન જે સ્થિતિ સર્જાશે તેની સમસ્ત જવાબદારી સરકારીની જ રહેશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.