ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રઅનુસાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી તહેવાર એવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે તેમજ 222 કેક બનાવવામાં આવી છે. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથીસુધી લાઈનો લાગી હતી.
કોરોનાના કર્ફ્યુ બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવામાં આવી ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ભારે ભીડ ઉમટી. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો તહેવાર જોવા મળ્યો છે. પૂજ્ય જલારામબાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ લોકોનાં તકલીફો દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
દેશ-વિદેશમાં ઢોલ નગાડા વગાડીને પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી અને જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી દોરવામાં આવી છે, દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને શણગાર કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.
દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા
કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. પૂજ્ય જલારામબાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ લોકોનાં દુઃખ દૂર કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે.
જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી
દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી છે, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે, દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.
વીરપુર જય જલિયાણના નાદ સાથે જલારામમય બન્યું છે. વીરપુરમાં લોકોએ ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં નવાનવા ફ્લોટ તૈયાર કર્યા છે. જલારામબાપાની શોભાયાત્રા પણ નીકળી છે. તેમજ 222 કેક બનાવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી બાપાનાં મોડી રાત દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી છે. મંદિર દ્વારા આજે અહીં આવેલા જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાપાની જન્મજયંતિને લઈને સમસ્ત વિરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી સ્થાન આપવામાં આવ્યું પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી.
બાપાની જન્મજયંતીને લઇને વિરપુરવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ચોકે ચોકે શોભાયાત્રાનું સ્વાગત કરી બાપાના દર્શન લોકો કરી રહ્યા છે.