Eye Donation અમદાવાદની નગરી હોસ્પિટલમાં 3 વર્ષમાં 1500 ચક્ષુદાન
અમદાવાદ 18/04/2025
Eye Donation અમદાવાદની ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં દર વર્ષે સરેરાશ 500 લોકો ચક્ષુદાન કરે છે. ગુજરાતમાં અંધ વસતી ઘણી વધારે છે.
નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજીપુર્વક સાચવણી કરવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓની કીકી પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવે છે.
ભારતમાં ૧૮૦ લાખ લોકો અંધત્વથી પીડાય છે. ૪૫ લાખ લોકો કીકીની ખરાબીના કારણે અંધ છે. જેમાં દર વર્ષે ૩૦ હજાર લોકોનો ઉમેરો થાય છે. કીકી ના પ્રત્યારોપણથી અંધત્વને દુર કરી શકાય છે.
ચક્ષુદાન અનિવાર્ય છે. ચક્ષુદાન કોઇપણ વ્યક્તિ- નવજાત શિશુથી શરૂ કરીને વૃદ્ધ વયની વ્યક્તિ કરી શકે છે. વ્યક્તિ ના શરીર ના ૮ અંગનું ડોનેશન થઈ શકે છે.
અંધત્વનો દર વર્ષ 2025 સુધીમાં 0.25% સુધી લઇ જવાનો છે. રાજ્યની 22 જિલ્લા હોસ્પિટલ, 36 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 22 મેડિકલ કૉલેજ, 1 આર.આઇ.ઓ. અને 128 જેટલી રજીસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓમાં નિ:શુલ્ક સર્જરી થાય છે. આ ઝુંબેશ અંતર્ગત દર્દીને ફેકો ઇમ્લ્સીફીકેશન પધ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરીને 70 હજારથી વધુ કિંમતના હાઇડ્રોફોબીક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ વિના મૂલ્યે મુકવામાં આવે છે.
મોતિયાનો દર ઘટીને 0.36 % થઇ ગયો
રાજય સરકાર દ્વારા વર્ષ 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો દર 0.7 % હતો. કેન્દ્ર સરકાર દ્વારા 2018-19માં કરવામાં સર્વે મુજબ આ દર ઘટીને 0.36 % થયેલો છે. મોતિયાના કારણે અંધત્વનું ભારણ 36% જેટલું જણાયુ છે. અન્ય કારણોમાં ચશ્માના નંબરની ખામી, ઝામર, ત્રાંસી આંખ, કીકીના રોગો, ડાયાબેટીક રેટીનોપેથી હોય છે. રાજ્યના નાગરિકો પ્રચ્યે સંવેદનશીલતા દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં મોતિયા અંધત્વ અને દ્રષ્ટિનિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ‘મોતિયા અંધત્વ મુકત ગુજરાત’’ ઝુંબેશ અંતર્ગત ચાર મહિના દરમ્યાન કુલ 3,30,000 જેટલા મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા છે. જે પૈકી 27 હજાર જેટલા બન્ને આંખે અંધહોય તેવા વ્યક્તિઓના ઓપરેશન થયા છે.
ગુજરાત રાજ્ય દ્વારા છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે સરેરાશ 7 લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરીને પ્રતિ 10 લાખ વસ્તીએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. મહત્વનું છે કે, મોતિયાની અસર સામાન્ય રીતે 50 વર્ષ પછીની ઉંમરમાં થતી હોય છે. જેના કારણે ઝાંખપ આવતી હોય છે. મોતિયાની સારવાર એક સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણી મૂકીને કરી શકાય છે અને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ પરત મેળવી શકાય છે.
2022
કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારને 750 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં વિનામૂલ્યે નેત્રમણી પૂરી પાડવામાં આવે છે, આમ ઓપરેશન દરમિયાન નેત્રમણી દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
વર્ષ 2025 સુધી અંધત્વ દર 0.25 તકા કરવાનું લક્ષ્યાંક
મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત માટે વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 11.25 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2014માં થયેલા સર્વે મુજબ દર 0.70 ટકા હતો, જે ઘટીને વર્ષ 2018-19 માં 0.36 ટકા થયો છે.
રાજ્યના 10 લાખની વસ્તીએ 1000 લોકોનું ઓપરેશન
રાજ્યમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 1 હજારથી વધુ મોતિયાના ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં જેનો ખર્ચ 10થી 15 હજાર રૂપિયા જેટલો થાય છે. તેવી ફેકો એનિમલ્સ ફિકેશન દ્વારા નેત્રમણી વાળા ઓપરેશન ગુજરાતના સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે, આમ સમગ્ર દેશમાં હાઇડ્રોફોબિક ઇન્ટ્રા ઓક્યુંલર વિનામૂલ્યે પૂરું પાડનાર રાજ્ય પણ ગુજરાત છે.
ખામી ધરાવતા બાળકોને વિનામૂલ્યે ચશ્માંનુ વિતરણ
જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતા ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને અંધત્વ મુક્ત ગુજરાતની આ ઝુંબેશ અન્વયે સરકારી હોસ્પિટલ અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ ઉપરાંત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ કામે નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળકોની ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્માં વિતરણ (Distribute free glasses to children) પણ કરવામાં આવે છે.
એક અંદાજ અનુસાર વિશ્વમાં શારીરિક કે અન્ય પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોની સંખ્યા ૧૫ ટકા જેટલી છે